IND vs AUS: ભારતીય ટીમ સાથે ઓસ્ટ્રેલિયા નહીં જાય રોહિત શર્મા, મોટી અપડેટ સામે આવી
Indian Cricket Team: ભારતીય ક્રિકેટ ટીમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે. પરંતુ સામે આવેલી માહિતી પ્રમાણે ટીમ સાથે રોહિત શર્મા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે નહીં.
Rohit Sharma: રવિવાર અને સોમવારે ભારતીય ખેલાડી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયા રવાના થશે, પરંતુ ભારતીય કેપ્ટન રોહિત શર્મા સ્ક્વોડની સાથે ઓસ્ટ્રેલિયા જશે નહીં. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રોહિત શર્મા અંગત કારણોસર ભારતીય ટીમની સાથે ઓસ્ટ્રેલિયા જશે નહીં.
પરંતુ હજુ સુધી તે સ્પષ્ટ થયું નથી કે રોહિત શર્માનો ફ્યુચર પ્લાન શું છે? તો ભારતીય ટીમના ઓસ્ટ્રેલિયા રવાના થતાં પહેલા હેડ કોચ ગૌતમ ગંભીર પત્રકાર પરિષદ યોજશે. ભારતીય ખેલાડી રવિવાર અને સોમવારે બે બેચમાં ઓસ્ટ્રેલિયા રવાના થશે. આ પહેલા સમાચાર આવ્યા હતા કે રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મિસ કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો રોહિત શર્મા બીજીવાર પિતા બનવાનો છે. આ કારણે તેણે પરિવાર સાથે સમય પસાર કરવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચોઃ તો શું ગંભીર વિરુદ્ધ કોઈ ષડયંત્ર થઈ રહ્યુ છે? પૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો ખળભળાટ
ટેસ્ટ ફોર્મેટમાં રોહિત શર્માનું ભવિષ્ય શું છે?
આ પહેલા ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાં 3-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યૂઝીલેન્ડે ભારતને તેના ઘરમાં 3-0થી હરાવી ઈતિહાસ રચ્યો હતો. ભારતે 12 વર્ષ બાદ ટેસ્ટ સિરીઝ ગુમાવી હતી. ત્યારબાદ રોહિત શર્માના ભવિષ્ય પર સવાલ ઉઠી રહ્યાં હતા. ટેસ્ટ ફોર્મેટમાં રોહિતનું ભવિષ્ય શું હશે? આ સવાલનો જવાબ આવવાનો બાકી છે, પરંતુ તેમ માનવામાં આવી રહ્યો છે કે ઓસ્ટ્રેલિયા સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ બાદ રોહિત શર્માના ભવિષ્ય પર મોટો નિર્ણય સંભવ છે. આ સિવાય ટેસ્ટ ફોર્મેટમાં ગૌતમ ગંભીરના હેડ કોચ પદે યથાવત રહેવા પર નિર્ણય લેવામાં આવી શકે છે.