નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે રોહિત શર્માની ખુલીને પ્રશંસા કરી છે. અખ્તરે કહ્યું કે, રોહિત એક મોટો બેટ્સમેન હતો, છે અને રહેશે. તેણે કહ્યું કે, રોહિત પોતાની મરજીથી રન બનાવનાર બેટ્સમેન છે. તેણે કહ્યું કે, રોહિત હવે ખુદની સાથે બદલો લઈને રમી રહ્યો છે. અખ્તરે કહ્યું, 'રોહિતે ટેસ્ટ ક્રિકેટમાં જે સમય ગુમાવ્યો છે તે હવે તેની કસર પૂરી કરવા ઈચ્છે છે.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વના સૌથી ફાસ્ટ બોલર કહેવાતા અખ્તરે પોતાની યૂ-ટ્યૂબ ચેનલ પર કહ્યું કે, રોહિતે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની ક્ષમતા સમજવામાં ઘણો સમય લગાવી દીધો છે. તેણે તેમાં ઓછામાં ઓછા પાંચ-છ વર્ષ ખરાબ કરી દીધા છે. અખ્તરે કહ્યું, 'રોહિત શાનદાર બેટ્સમેન છે. તેને તેનો અનુભવ નહતો કે તે શું ગુમાવી રહ્યો હતો. હવે જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં તેને પોતાની ક્ષમતાનો ખ્યાલ આવ્યો અને તે ખુબ રન બનાવી રહ્યો છે. જો તે 4-5 વર્ષ ખરાબ ન કર્યા હોત તો આ સમયે ટેસ્ટમાં તેના નામે ઓછામાં ઓછા 8-10 હજાર રન હોત.'


રાવલપિંડી એક્સપ્રેસના નામથી જાણીતા શોએબ અખ્તરે કહ્યું કે, ટેસ્ટમાં રોહિતની સફળતાનું એક મોટુ કારણ છે કે તેણે પોતાના રમવાના અંદાજમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેણે કહ્યું, 'રોહિતે સાઉથ આફ્રિકા વિરુદ્ધ સિરીઝમાં તે વનડે સ્ટાઇલમાં બેટિંગ કરી છે. તે છગ્ગા ફટકારી રહ્યો છે.' અખ્તરે કહ્યું કે, રોહિત હવે તેના ટેલેન્ટનો ઉપયોગ કરી રહ્યો છે. 

બાંગ્લાદેશના ભારત પ્રવાસ પર સંકટના વાદળો, ખેલાડી કરી શકે છે હડતાળ


રાવલપિંડી એક્સપ્રેસે કહ્યું કે, રોહિત જે રમત દેખાડી રહ્યો છે તે ક્યાંકને ક્યાંક ખુદને સજા આપી રહ્યો છે. તેણે કહ્યું કે, રોહિત હવે જે રીતે રમી રહ્યો છે લગભગ તે એક સિરીઝમાં 1000 રન પણ બનાવી શકે છે. 


રોહિતે રાંચીમાં રમાઇ રહેલી સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં 212 રન ફટકાર્યા હતા. તેની ઈનિંગની મદદથી ભારતે 9 વિકેટ ગુમાવીને 497 રન પર પોતાનો દાવ ડિકલેર કર્યો હતો. તેણે ડોન બ્રેડમેનનો 71 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડ્યો છે.