નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમનો વાઇસ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ટી-20 ક્રિકેટમાં સૌથી વધારે સિક્સર મારનાર દિગ્ગજ ક્રિસ ગેઇલ (Chris Gayle)નો રેકોર્ડ તોડવાની બહુ નજીક છે. રોહિતે 94 ટી20 મેચોમાં અત્યાર સુધી 102 સિક્સર માર્યા છે જ્યારે ગેઇલે આ ફોર્મેટમાં સૌથી વધારે 105 સિક્સર માર્યા છે. ભારત શનિવારે ફ્લોરિડાના સેન્ટ્રલ બ્રોવાર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમમાં વેસ્ટ ઇન્ડિઝ સાથે ત્રણ ટી20 મેચની સિરિઝની પહેલી મેચ રમવાનું છે અને આ મેચમાં જ રોહિત આ રેકોર્ડ પોતાના નામે કરી લેશે એવી ધારણા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગેઇલે 58 મેચમાં 105 સિક્સર મારી છે. ગેઇલ પછી ન્યૂઝીલેન્ડના ઓપનિંગ બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલનું નામ છે અને તેણે 76 મેચોમાં 103 સિક્સર મારી છે. ગેઇલ ભારત સામેની સિરિઝમાં નથી રમી રહ્યો કારણ કે તેને ટી20 મેચો માટે આરામ આપવાનો છે. તેઓ ભારત સામે વનડે સિરિઝ રમશે અને આ તેની છેલ્લી વનડે સિરિઝ હશે. 


રોહિતના નામે ટી20 મેચોમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ છે. રોહિતે 32.37ની સરેરાશથી કુલ 2331 રન બનાવ્યા છે. આમાં ચાર શતક અને 16 અર્ધશતકનો સમાવેશ થાય છે. 


રમતજગતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...