નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન રોહિત શર્મા બીજીવાર પિતા બની ગયો છો. રોહિત અને તેની પત્ની રિતિકા સજદેહએ 15 નવેમ્બરે રાત્રે પુત્રને જન્મ આપ્યો છે. આ કારણ છે કે તે ભારતીય ટીમ સાથે ઓસ્ટ્રેલિયા રવાના થયો નહોતો. હવે રોહિત શર્માને લઈને સમાચાર આવી રહ્યાં છે કે તે ભારતીય ટીમની સાથે પ્રથમ ટેસ્ટ પહેલા જોડાઈ શકે છે. એટલું જ નહીં મોહમ્મદ શમીને લઈને પણ મોટી જાણકારી સામે આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક સાથે ઓસ્ટ્રેલિયા જઈ શકે છે રોહિત-શર્મા
દૈનિક ભાસ્કરે પોતાના રિપોર્ટમાં બીસીસીઆઈ સૂત્રોના હવાલાથી દાવો કર્યો છે કે રોહિત શર્મા 22 નવેમ્બરે પર્થમાં શરૂ થઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમ સાથે જોડાઈ શકે છે. તો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પણ રોહિત શર્માની સાથે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ઉડાન ભરી શકે છે. 


એક વર્ષથી બહાર હતો શમી
મોહમ્મદ શમીએ પાછલા વર્ષે વનડે વિશ્વકપની ફાઈનલ બાદ કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. તેણે જાન્યુઆરી 2024માં પોતાના એન્કલની સર્જરી કરાવી હતી. ત્યારબાદ તે બેંગલુરૂમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબ કરી રહ્યો હતો. 


આ પણ વાંચોઃ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં વિરાટ કોહલી બનશે 'નંબર-1'! તોડી શકે છે સચિનનો મહારેકોર્ડ


રણજી ટ્રોફીમાં કરી વાપસી
ઈજામાંથી સ્વસ્થ થયા બાદ આશરે 11 મહિના બાદ શમીએ રણજી ટ્રોફીની મેચ દ્વારા મેદાનમાં વાપસી કરી છે. તેણે બંગાળ તરફથી મધ્યપ્રદેશ વિરુદ્ધ રણજી ટ્રોફીની મેચ રમી હતી. આ મેચમાં શમીએ પ્રથમ ઈનિંગમાં ચાર અને બીજી ઈનિંગમાં બે વિકેટ લીધી હતી.


બીસીસીઆઈએ નથી કરી પુષ્ટિ
પરંતુ ઈન્ડિયન એક્સપ્રેસે શમીના બાળપણના કોચ મોહમ્મદ બદરુદ્દીનના હવાલાથી પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે શમી બીજી ટેસ્ટ મેચ બાદ ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમ સાથે જોડાશે. તે બ્રિસ્બેનમાં ત્રીજી ટેસ્ટથી ટીમમાં સામેલ થશે. પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.