નવી દિલ્હીઃ ODI World Cup 2023: ટીમ ઈન્ડિયાનો કેપ્ટન અને વિશ્વમાં હિટમેનના નામથી જાણીતો રોહિત શર્મા જ્યારે લયમાં હોય છે તો કોઈને કોઈ રેકોર્ડ તોડી દે છે. અફઘાનિસ્તાન વિરુદ્ધ જ્યારે ટીમ ઈન્ડિયા વિશ્વકપમાં પોતાની બીજી મેચ રમવા ઉતરી તો રોહિત લયમાં હતો. રોહિત આ મેચમાં ભારતની બેટિંગ દરમિયાન ઉતર્યો તો તેણે વિશ્વ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ સિક્સનો રેકોર્ડ તોડી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોહિત શર્માના નામે નોંધાયો વર્લ્ડ રેકોર્ડ
રોહિત શર્માએ અફઘાનિસ્તાન સામે મેદાન પર ઉતરવાની સાથે આક્રમક બેટિંગ શરૂ કરી હતી. રોહિતે આ મેચમાં માત્ર 30 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે આ દરમિયાન ચાર સિક્સ ફટકારી હતી. આ સાથે રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટર બની ગયો છે. રોહિતની હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 555 સિક્સ થઈ ચુકી છે. રોહિતે આ મામલામાં ક્રિસ ગેલને પાછળ છોડ્યો છે. ક્રિસ ગેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 553 સિક્સ ફટકારી છે. 


આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટર
1. રોહિત શર્મા- 555* છગ્ગા


2. ક્રિસ ગેલ- 553 છગ્ગા


3. શાહિદ આફ્રિદી- 476 સિક્સર


4. બ્રેન્ડન મેક્કુલમ- 398 સિક્સર


5. માર્ટિન ગુપ્ટિલ- 383 સિક્સર


રોહિતે પૂરા કર્યાં 1 હજાર રન
રોહિત શર્માએ પોતાની ઈનિંગ દરમિયાન વનડે વિશ્વકપમાં 1 હજાર રન પૂરા કરવાની સિદ્ધિ મેળવી હતી. રોહિત શર્માએ 19 ઈનિંગમાં વિશ્વકપમાં 1000 રન પૂરા કર્યા હતા. રોહિતે ડેવિડ વોર્નરની સાથે સંયુક્ત રીતે વિશ્વકપમાં સૌથી ઝડપી 1000 રન પૂરા કરવાના મામલે પ્રથમ સ્થાને આવી ગયો છે. રોહિત શર્માનો આ ત્રીજો વિશ્વકપ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube