રોહિત શર્મા કે વિરાટ કોહલી, કોણે લેવી જોઈએ નિવૃત્તિ? પૂર્વ કોચના નિવેદનથી મચ્યો હડકંપ
Rohit Sharma Virat Kohli: ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની ટેસ્ટ સિરીઝના ચોથા મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયાએ મેલબર્ન ટેસ્ટમાં 184 રનથી જીત મેળવીને સિરીઝમાં 2-1થી આગળ છે.
Rohit Sharma Virat Kohli: ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની ટેસ્ટ સિરીઝના ચોથા મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયાએ મેલબર્ન ટેસ્ટમાં 184 રનથી જીત મેળવીને સિરીઝમાં 2-1થી આગળ છે. સિડનીમાં પાંચમી મેચ 3 જાન્યુઆરીએ રમાશે. ભારત પાસે સિરીઝમાં બરાબરી કરવાનો એક મોકો છે. મેલબર્નમાં ખરાબ પ્રદર્શન પછી ટીમ ઈન્ડિયા ફરી એક વખત નિશાના પર છે. ખાસ કરીને કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીને તો નિવૃત્તિ લેવાની સલાહ આપવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર ફેન્સ નારાજ જોવા મળી રહ્યા છે અને સતત બન્ને ખેલાડીઓ વિરુદ્ધ લખી રહ્યા છે.
રવિ શાસ્ત્રીએ વિરાટ કોહલીનો કર્યો સપોર્ટ
આ દરમિયાન ભારતના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ રોહિત અને વિરાટની નિવૃત્તિ પર મોટી વાત કહી છે. શાસ્ત્રીએ વિરાટ કોહલીને વધુ 3 થી 4 વર્ષ ટેસ્ટ ક્રિકેટ રમવાનું ચાલુ રાખવાનું સમર્થન કર્યું છે. જો કે, તેમણે સૂચવ્યું કે રોહિત શર્માએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની સમાપ્તિ પછી તેની કારકિર્દી અંગે નિર્ણય લેવો પડશે. રોહિત શર્મા ટેસ્ટ સિરીઝ દરમિયાન બેટ્સમેન તરીકે કંઈ ખાસ કરી શક્યો ન હતો. પ્રથમ ઈનિંગમાં માત્ર 3 રન બનાવ્યા બાદ તે બીજી ઇનિંગમાં 9 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે વિરાટે માત્ર 36 અને 5 રન બનાવ્યા હતા.
રવિ શાસ્ત્રીએ શું કહ્યું?
રવિ શાસ્ત્રીએ બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સને કહ્યું કે, "ના, મને લાગે છે કે વિરાટ કોહલી રમશે. વિરાટ થોડા સમય સુધી રમશે, આજે જે રીતે આઉટ થયો તે ભૂલી જાઓ. મને લાગે છે કે તે હજુ 3 કે 4 વર્ષ રમશે. જ્યાં સુધી રોહિતનો સવાલ છે, તે એક નિર્ણય છે. ટોપ ઓર્ડરમાં તેનું ફૂટવર્ક પહેલા જેવું નથી. કદાચ ક્યારેક તેઓ બોલને પકડવામાં થોડો મોડો થઈ જાય છે. તેથી સિરીઝના અંતે તે તેમનો નિર્ણય છે."
રોહિત-કોહલીનું પ્રદર્શન
કોહલીએ સિરીઝની પ્રથમ ટેસ્ટ દરમિયાન પર્થમાં સદી ફટકારી હતી, પરંતુ ત્યારથી તે સંઘર્ષ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાએ સતત ઓફ સ્ટમ્પની બહાર પોતાની શિસ્તબદ્ધ બોલિંગથી સ્ટાર બેટ્સમેનને પરેશાન કર્યો છે. પર્થની સદી બાદથી કોહલીનો સ્કોર 7, 11, 3, 36 અને 5 રહ્યો છે. બીજી તરફ રોહિત શર્મા ક્રીઝ પર ખોવાયેલો જોવા મળી રહ્યો છે, તેમણે સિરીઝમાં અત્યાર સુધી 3, 6, 10, 3 અને 9 રન બનાવ્યા છે. તેમણે ત્રણ ટેસ્ટ મેચમાં માત્ર 31 રન બનાવ્યા છે.
સાઉથ આફ્રિકાએ પાકિસ્તાનને હરાવી WTCની ફાઇનલમાં બનાવી જગ્યા, ભારતની મુશ્કેલીઓ વધી
રોહિત શર્માથી થઈ રહી છે આ ભૂલ
રવિ શાસ્ત્રીએ રોહિત શર્મા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી અને સ્વીકાર્યું કે, ભારતીય કેપ્ટન 5 દિવસની સવારે ઓસ્ટ્રેલિયાના સતત બોલિંગ આક્રમણ સામે વધારે કંઈ કરી શક્યો ન હોત. તેમણે કહ્યું કે, "આ આઉટ થવાની રીત છે, રોહિત શર્મા તેના શ્રેષ્ઠ પ્રદર્શનમાં ફ્રન્ટ ફુટ બોલની પિચની નજીક હોય છે. ટ્રિગર મૂવમેન્ટ થાય છે અને પછી ફ્રન્ટ ફુટ જામી જાય છે. બેટ બોલની તરફ જાય છે, તેથી તમે શરીરથી દૂર રમી રહ્યા છો. તેઓએ (ઓસ્ટ્રેલિયા) તેમની સામે સારી બોલિંગ કરી."