Rohit Sharma, Ed Sheeran Breakfast with Champions: ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ગૌરવ કપૂરના શો 'બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સ'માં ખુલીને વાત કરી હતી. નિવૃત્તિ અંગે પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. શો દરમિયાન રોહિતે પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય ગાયક એડ શીરાન સાથે તેની કારકિર્દી સાથે જોડાયેલી ખાસ વાતો શેર કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અઠવાડિયે વરસાદ ભુક્કા બોલાવશે! આગામી 48 કલાકમાં આ 13 જિલ્લામાં વરસાદની આગાહી


ઇંગ્લિશ સિંગર એડ શીરાને રોહિત સાથે તેના ક્રિકેટ સાથે જોડાયેલા ઘણા પાસાઓ પર વાત કરી હતી. શીરાને રોહિતને પૂછ્યું કે તમે ક્યારે નિવૃત્ત થશે... પ્રશ્ન પૂરો થાય તે પહેલાં જ રોહિતે કહ્યું- કોચિંગ...? પછી રોહિતે કહ્યું- અત્યાર સુધી તેમણે પોસ્ટ રિટાયરમેન્ટ વિશે વધારે વિચાર્યું નથી, જિંદગી કઈ બાજુ લઈ જાય છે, જોઈએ છે. 37 વર્ષના રોહિતે કહ્યું, 'હાલના સમયે હું સારું રમી રહ્યો છું. હું હજુ થોડા વધુ વર્ષ રમીશ. પછી મને કંઈ ખબર નથી. પછી તરત જ એડ શીરાને રોહિત પર બીજો સવાલ કર્યો.


ભાજપને મોટી રાહત, ક્ષત્રિય સમાજમાં ડખો પેઠો! કાઠી ક્ષત્રિય સમાજે રૂપાલાને માફ કર્યા


શિરીને પૂછ્યું- જ્યાં સુધી ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ નહીં જીતે ત્યાં સુધી શું થશે? પછી રોહિતે તરત જ કહ્યું કે તે ચોક્કસપણે આ (વર્લ્ડ કપ) જીતવા માંગે છે. જ્યારે, શોના હોસ્ટ ગૌરવ કપૂરે કહ્યું કે ભારત પાસે આ વર્ષે વધુ એક વર્લ્ડ કપ (T20 વર્લ્ડ કપ 2024) જીતવાની તક છે. આ અંગે રોહિતે કહ્યું, 'અમારી નજર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 પર પણ છે, તેની ફાઈનલ લોર્ડ્સમાં યોજાવાની છે. અમને પૂરી આશા છે કે અમે ફાઇનલમાં પહોંચીશું અને જીતીશું. જો કે, ભારત WTC (2021 અને 2023)ની બંને ફાઇનલમાં પહોંચી ગયું હતું. પણ 2021માં ન્યુઝીલેન્ડ સામે હારી ગયું, જ્યારે 2023માં ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું.


રાજકોટ બેઠકના સમીકરણો બદલાયા! પહેલા દિવસે 100 ક્ષત્રિયાણીએ ફોર્મ ઉપાડ્યા, શું બેલેટ


2023 વર્લ્ડ કપમાં ફાઇનલમાં હારી ટીમ
વર્લ્ડ કપ-2023માં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન રોહિતે 597 રન બનાવ્યા હતા. તેની એવરેજ 54.27 હતી. જ્યારે ટૂર્નામેન્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 131 રન હતો.


ગેનીબેન ઠાકોરના તેવર બદલાયા! કહ્યું; 'જો તમારે એટલો મોટો ફાંકો હોય તો TiT ફોર TaT...


કેપ્ટન રોહિતનો સ્ટ્રાઈક રેટ 125.94 હતો. તેણે આખા વર્લ્ડ કપમાં 1 સદી અને 3 અડધી સદી ફટકારી હતી. જોકે, આ હાર બાદ ટીમ ઈન્ડિયાનો ICC ટૂર્નામેન્ટની ફાઇનલમાં હારનો સિલસિલો લાંબા સમયથી ચાલુ રહ્યો હતો. રોહિત હાલમાં IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સ ટીમ તરફથી રમી રહ્યો છે.