નવી દિલ્હીઃ ભારતમાં આ વર્ષે વનડે વિશ્વકપ રમાવાનો છે. આ ટૂર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની તૈયારીઓ પર ખુબ સવાલ ઉભા કરવામાં આવી રહ્યાં છે. ટીમ માટે નંબર 4 પર બેટિંગની સમસ્યા તો ખતમ થવાનું નામ લઈ રહી નથી. ભારતીય ટીમે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક બેટરોને નંબર-4 માટે ટ્રાય કરી, પરંતુ ધારી સફળતા મળી નહીં. યુવરાજ સિંહની નિવૃત્તિ બાદ કોઈ બેટર આ સ્થાન માટે પોતાની જગ્યા બનાવી શક્યો નથી. કેપ્ટન રોહિત શર્માએ તે વાતનો સ્વીકાર કર્યો કે નંબર 4 ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટી સમસ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોહિતે જણાવી સૌથી મોટી સમસ્યા
ટીમ ઈન્ડિયાએ નંબર 4 પર શ્રેયસ અય્યરને પણ અજમાવ્યો હતો. તેણે આ નંબર પર બેટિંગ કરતા તેનો પ્રભાવ છોડ્યો, પરંતુ તે ઈજાને કારણે બહાર છે. અય્યરે આ નંબર પર બેટિંગ કરતા 20 મેચમાં 47.35ની એવરેજથી 805 રન બનાવ્યા છે. રોહિત શર્માએ આ મુદ્દા પર કહ્યું કે નંબર 4 લાંબા સમયથી અમારા માટે મુદ્દો રહ્યો છે. યુવી (યુવરાજ સિંહ) બાદ કોઈએ આ નંબર પર ખાસ કર્યું નથી. પરંતુ લાંબા સમય સુધી અય્યરે ખરેખર આ નંબર પર બેટિંગ કરી અને સારૂ પ્રદર્શન કર્યું છે. 


આ પણ વાંચોઃ આ દિવસથી શરૂ થશે ટિકિટોનું વેચાણ, જાણો કેવી રીતે બુક કરશો ભારત-પાક મેચની ટિકિટ


રોહિતે કહ્યુ કે દુર્ભાગ્યથી, ઈજાએ તેની મુશ્કેલી ઊભી કરી છે. તે કેટલાક સમય માટે બહાર રહ્યો છે અને ઈમાનદારીથી કહુ તો છેલ્લા 4-5 વર્ષમાં આ થયું છે. તેમાંથી ઘણા ખેલાડી ઈજાગ્રસ્ત થયા છે અને અમે નવા ખેલાડીને તે નંબર પર રમતો જોયો છે. ભારતીય ટીમે કહ્યું કે મહત્વના સમયે ખેલાડીઓની ઈજાએ ટીમને પ્રભાવિત કરી છે. તેણે કહ્યું કે છેલ્લા 4-5 વર્ષથી ઈજાની ટકાવારી વધી છે. જ્યારે ખેલાડી ઈજાગ્રસ્ત હોય કે ઉપલબ્ધ ન હોય તો તમે અલગ-અલગ વસ્તુ કરવાની ટ્રાય કરો છો. નંબર ચાર વિશે માટે આ કહેવું છે. 


કેએલ અને રાહુલ પર શું બોલ્યો રોહિત
રોહિત શર્માએ કેએલ રાહુલને લઈને કહ્યુ કે નંબર 5 પર કેએલ રાહુલે વિકેટકીપર-બેટરના રૂપમાં સારૂ કર્યું છે. તે અમારો પસંદગીનો વિકલ્પ છે. તેણે કહ્યું કે અય્યર ઈજામાંથી વાપસી કરી રહ્યો છે અને તે રાહ જોઈ રહ્યો છે કે બંને ખેલાડી કેવું પ્રદર્શન કરે છે. તેણે કહ્યું કે, હાં કેટલાક ખેલાડીઓને ખબર હોય છે કે તે રમવાના છે, પરંતુ આ સમયે વિન્ડીઝ સામે ત્રણ મેચની સિરીઝમાં સારી તક હતી. 


આ પણ વાંચો- World Cup 2023: ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં લાગી આગ, ડ્રેસિંગ રૂમ બળીને ખાખ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube