હાર બાદ કેપ્ટન બદલવાની માગ, આ દિગ્ગજે કહ્યું- રોહિત શર્માને આપો કમાન
વિશ્વ કપ-2019ની સેમિફાઇલમાં ન્યૂઝીલેન્ડના હાથે 18 રનથી થયેલા પરાજય બાદ ભારતીય ટીમ વિશ્વ કપ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.
નવી દિલ્હીઃ આઈસીસી વિશ્વ કપ-2019મા ભારત બહાર થયા બાદ પૂર્વ ભારતીય ટેસ્ટ બેટ્સમેન વસીમ જાફરનું માનવું છે કે રોહિત શર્માને હવે વનડે અને ટી20 ટીમન કમાન સોંપી દેવી જોઈએ.
જાફરે શનિવારે ટ્વીટ કરીને કહ્યું, 'આ યોગ્ય સમય છે કે રોહિત શર્માને હવે વનડે અને ટી20 ટીમની કમાન સોંપી દેવામાં આવે? તેણે આગળ લખ્યું, 'હું ઈચ્છીશ કે તે 2023 વિશ્વકપમાં ભારતની આગેવાની કરે.'
ભારત વિશ્વકપમાંથી બહાર, છતાં પણ ફાઇનલમાં નો ફ્લાઇ ઝોન રહેશે લોર્ડ્સ સ્ટેડિયમ
13 જુલાઈએ રોહિત શર્મા પોતાના પરિવારની સાથે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયો, જ્યાંથી તે ખુદ કાર ચલાવીને ઘર માટે રવાના થયો હતો. આ દરમિયાન તેની સાથે પત્ની રિતિકા સજદેહ, પુત્રી સમાયરા અને પરિવારના બીજા સભ્યો હતો.