અમદાવાદઃ Rohit Sharma Press Conference:ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીની તે ટિપ્પણીને 'બકવાસ' ગણાવી, જેમાં તેમણે કહ્યું હતું કે ભારતીય ટીમ અતિ આત્મવિશ્વાસને કારણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈન્દોર ટેસ્ટ મેચમાં હારી ગઈ હતી. શાસ્ત્રી વર્ષ 2014 બાદ સાતમાંથી છ વર્ષો સુધી ભારતીય ટીમના મુખ્ય કોચ હતા. તેમણે ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતની ઓસ્ટ્રેલિયાના હાથે ટર્ન લેતી વિકેટ પર 9 વિકેટથી હાર દરમિયાન કોમેન્ટ્રી કરતા કહ્યું હતું કે ભારતીય ટીમ થોડી આત્મમુગ્ધ અને અતિ આત્મવિશ્વાસમાં હતા જ્યાં તેણે વાતોને નક્કી માની લીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેપ્ટન રોહિત શર્મા રવિ શાસ્ત્રી પર ગુસ્સે થયો
કેપ્ટન રોહિતે છેલ્લા 18 મહિનામાં પોતાનું શાંત, સંયમ અને ગૌરવ જાળવી રાખ્યું છે પરંતુ જ્યારે ત્રીજી ટેસ્ટ મેચને લઈને પૂર્વ કોચના મૂલ્યાંકન વિશે પૂછવામાં આવ્યું તો તેણે ખૂબ જ જોરદાર જવાબ આપ્યો. રોહિતે ચોથી અને અંતિમ ટેસ્ટ મેચની પૂર્વ સંધ્યાએ કહ્યું, 'સાચું કહું તો, જ્યારે તમે બે મેચ જીતો છો, ત્યારે બહારના લોકોને લાગે છે કે અમે વધુ પડતા આત્મવિશ્વાસમાં છીએ. આ સંપૂર્ણ બકવાસ છે, કારણ કે તમે ચારેય મેચોમાં તમારું સર્વશ્રેષ્ઠ આપવા માંગો છો.


આ પણ વાંચોઃ સર્જરી બાદ મોટું અપડેટ, મેચ વિનર બુમરાહ 6 મહિના માટે બહાર, વર્લ્ડ કપ રમવા પર સવાલ


આ વાત બકવાસ
રોહિતે કહ્યું- તમે બે મેચ જીતીને રોકાવા માંગતા નથી. આ એટલું જ સરળ છે. ચોક્કસપણે આ બધા લોકો જ્યારે અતિ આત્મવિશ્વાસની વાત કરે છે અને વિશેષ કરીને ત્યારે જ્યારે તે ડ્રેસિંગ રૂમનો ભાગ હોતા નથી તો તેને ખબર નથી હોતી કે ડ્રેસિંગ રૂમમાં ક્યા પ્રકારની ચર્ચા થઈ છે. રોહિતનો આ જવાબ એવા વ્યક્તિ માતે હતો જે હાલ સુધી ટીમ ઈન્ડિયાનો મુખ્ય રણનીતિકાર હતો. 


આ વાતને લઈને ભડક્યો કેપ્ટન રોહિત
ભારતીય કેપ્ટને કહ્યું- અમે તમામ મેચોમાં અમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા માંગીએ છીએ અને જો તે કોઈ બહારના વ્યક્તિને વધુ પડતો આત્મવિશ્વાસ ધરાવતો હોય અથવા એવું કંઈક હોય, તો તેનાથી અમને કોઈ ફરક પડતો નથી." રોહિતે કહ્યું, "રવિ પોતે આ ડ્રેસિંગ રૂમનો ભાગ રહ્યો છે અને તે જાણે છે. જ્યારે આપણે રમીએ છીએ ત્યારે આપણી માનસિકતા કેવી હોય છે. તે અતિશય આત્મવિશ્વાસ નથી પરંતુ નિર્દય હોવા વિશે છે. રુથલેસ એવો શબ્દ છે જે દરેક ક્રિકેટરના મગજમાં આવે છે અને જ્યારે તેઓ વિદેશ પ્રવાસ પર હોય ત્યારે વિરોધી ટીમને સહેજ પણ તક ન આપવા સાથે સંકળાયેલ છે. જ્યારે આપણે વિદેશમાં જઈએ છીએ ત્યારે આપણને પણ એવું જ લાગે છે.


આ પણ વાંચોઃ આ ખેલાડી ટેસ્ટ સીરિઝની વચ્ચે પત્ની સાથે હોળી મનાવવા પહોંચ્યો હતો, સામે આવી તસવીરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube