નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ આ સમયે ભારતના પ્રવાસે છે. ટેસ્ટ અને ટી20 સિરીઝ બાદ બન્ને ટીમો વચ્ચે વનડે સિરીઝ રમાવાની છે. ચાર મેચોની ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમે 2-1થી લીડ બનાવી છે. ચોથી અને અંતિમ ટેસ્ટ 4 માર્ચથી અમદાવાદમાં રમાશે. ત્યારબાદ પાંચ મેચોની ટી20 સિરીઝનું આયોજન થવાનું છે. સમાચાર છે કે ત્યારબાદ રમાનારી ત્રણ વનડે મેચોની સિરીઝમાં ઘણા ભારતીય ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી ટી20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. તેમાં રમનાર વિકેટકીપર રિષભ પંત, વોશિંગટન સુંદર સહિત આઠ ખેલાડીઓને ઈન્ડિયન પ્રીમિયર લીગ પહેલા આરામ આપવાની શક્યતા છે. શનિવાર 27 ફેબ્રુઆરીએ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ભારતીય ક્રિકેટ બોર્ડને રિલીઝ કરવાની વિનંતી કરી હતી. બોર્ડે તેને રિલીઝ કરતા અંતિમ ટેસ્ટમાંથી બહાર રાખ્યો છે. તો બુમરાહને ટી20 સિરીઝમાં પણ આરામ આપવામાં આવ્યો છે. 


આ પણ વાંચોઃ Team India ને મોટો ઝટકો, ટી-20 સિરીઝમાંથી બહાર થઈ શકે છે આ મિસ્ટ્રી સ્પિનર, જાણો કેમ


એક રિપોર્ટ પ્રમાણે ભારતીય ઓપનર રોહિત શર્મા, વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત અને સ્પિનર વોશિંગટન સુંદરને વનડે સિરીઝ માટે આરામ આપવામાં આવી શકે છે. ત્રણ મેચોની સિરીઝનું આયોજન પુણેમાં થવાનું છે. સિરીઝના મુકાબલા 23, 26 અને 28 માર્ચે રમાશે. ભારતીય ટીમના જે ખેલાડી લાંબા સમયથી બાયો બબલમાં છે તેને આરામ આપવાને લઈને ટીમ મેનેજમેન્ટ કામ કરી રહ્યું છે. બુમરાહ અને મોહમ્મદ સિરાજને ટી20 સિરીઝમાંથી બહાર રાખવાનો નિર્ણયઆ નીતિનો ભાગ છે. 


ઈંગ્લેન્ડના પ્રવાસ બાદ ભારતમાં ટી20 ટૂર્નામેન્ટ ઈન્ડિયન પ્રીમિયર લીગનું આયોજન થવાનું છે. ભારતીય ટીમે ત્યારબાદ જૂનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડની સાથે ઈંગ્લેન્ડના લોર્ડસ પર રમવાનું છે. આ વર્ષે ભારતમાં ટી20 વિશ્વકપનું આયોજન પણ થવાનું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube