રોહિત શર્માએ કેમ આવું કહેવું પડ્યું? દર્દ છલકાતા હિટમેને જે કહ્યું...તમારું કાળજું ચીરી નાખશે આ શબ્દો
ટીમ ઈન્ડિયાના મીડલ ઓર્ડર બેટ્સમેનથી લઈને ઓપનિંગ અને પછી કેપ્ટનશીપની સફર કરનારા રોહિત શર્માએ પોતાના મનની વાત શેર કરી છે. ભારતીય ટીમના કેપ્ટને જણાવ્યું કે 17 વર્ષની ક્રિકેટ સફરમાં તેમણે ઘણું જોયું.
ટીમ ઈન્ડિયાના મીડલ ઓર્ડર બેટ્સમેનથી લઈને ઓપનિંગ અને પછી કેપ્ટનશીપની સફર કરનારા રોહિત શર્માએ પોતાના મનની વાત શેર કરી છે. ભારતીય ટીમના કેપ્ટને જણાવ્યું કે 17 વર્ષની ક્રિકેટ સફરમાં તેમણે ઘણું જોયું. ખરાબ સમયે તેમને શીખવાડ્યું કે કેવી રીતે સારા બનીને ઉભરવાનું છે. રોહિત શર્માએ જણાવ્યું કે જ્યારે તેમનો સમય સારો નહતો ત્યારે પોતાના પર શક થવા લાગ્યો હતો અને આવામાં તેમની મદદે કોઈ આવ્યું નહતું.
રોહિત શર્માએ દુબઈ આઈ103.8 સાથે વાત કરતા કહ્યું કે, મારા ક્રિકેટ સફરની વાત કરીએ તો મને રમતા હવે 17 વર્ષ થઈ ગયા છે. કોઈ પણ ખેલમાં તમે રમતા હોવ તો ઈન્ટરનેશનલ ટીમ સુધી પહોંચવાનું સરળ હોતું નથી. ખાસ કરીને જે જગ્યા અને દેશમાંથી હું આવું છું કે જ્યાં આટલા બધા લોકો રમે છે. આવી જગ્યાએથી તમે તે 15 ખેલાડીઓમાં તમારું નામ જુઓ તો ખુબ જ અલગ અહેસાસ થાય છે. તમે સૌથી પહેલા તો તમારી જાતને ભાગ્યશાળી સમજો છો, એ વાત સાચી છે કે તમારી મહેનતની ભૂમિકા હોય છે પરંતુ ભાગ્યનો પણ બહુ મોટો રોલ હોય છે.
17 વર્ષની સફરમાં ઘણું જોયું
મારી ક્રિકેટ મુસાફરીમાં ઘણા ઉતાર ચડાવ જોયા છે જો કે હું કહું કે ઉતાર વધુ જોવા મળ્યા છે તો સાચું હશે. મે જે ખરાબ સમય જોયો તેણે મને એ વ્યક્તિ બનાવ્યો છે જે હું આજે છું. તમે જ્યારે હદ કરતા વધુ ખરાબ સમય જુઓ છો તો ત્યારબાદ એક અલગ પ્રકારના વ્યક્તિ બનીને ઊભરો છો. જ્યારે મે મારી કરિયર શરૂ કરી તો વધારે સકારાત્મક ચીજો જોઈ નહતી. ટીમમાં પણ મારો સકારાત્મક પ્રભાવ નહતો.
કોઈએ મારી મદદ ન કરી
વધુમાં તેમણે કહ્યું કે, એવો પણ સમય હતો કે જ્યારે મને મારી જાત ઉપર પણ શક થવા લાગ્યો હતો. હું પોતાને લઈને પણ સવાલ કરવા લાગ્યો હતો કે શું આ જગ્યા માટે બન્યો છું કે નહીં. મારા માટે એક એવો સમય પણ હતો જ્યારે કોઈ પણ મદદ કરવા માટે સામે આવ્યું નહતું. ત્યારે મને એ જાણવાનો સમય મળ્યો કે એક વ્યક્તિ તરીકે હું શું કરવા માંગુ છું. મારા આ જીવન પાસેથી શું ઈચ્છુ છું અને ખેલથી શું ઈચ્છુ છું, જેને હું આટલો વધારે પસંદ કરુ છું. જો મારા ક્રિકેટ સફરની વાત કરું તો ખુબ જ કમાલની રહી.