Rohit Sharma Statement, IND vs PAK: આક્રમક ઓપનર રોહિત શર્મા (Rohit Sharma)ના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમે શનિવારે વિશ્વકપના મહા મુકાબલામાં પાકિસ્તાનને સાત વિકેટે પરાજય આપ્યો છે. ભારતીય બોલરોએ પાકિસ્તાનને 42.5 ઓવરમાં 191 રન પર ઓલઆઉટ કરી દીધી હતી. ત્યારબાદ યજમાન ટીમે ટાર્ગેટ 30.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી હાસિલ કરી લીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોહિતની શાનદાર ઈનિંગ
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ 86 રન બનાવ્યા. તેણે 63 બોલ પર 6 ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. વિજયી રન ફટકારનાર શ્રેય્યસ અય્યરે 53 રન બનાવ્યા હતા. અય્યરે 62 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે સિક્સ ફટકારી હતી. કેએલ રાહુલ 19 રન બનાવી અણનમ રહ્યો હતો. ગિલ અને કોહલીએ 16-16 રનનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાન માટે પેસર શાહીન શાહ આફ્રિદી 2 વિકેટ લીધી, જ્યારે એક વિકેટ હસન અલીને મળી હતી. 


આ પણ વાંચોઃ IND vs PAK: ભારતની ભવ્ય જીતના પાંચ કારણો, પાકિસ્તાનને સાત વિકેટે આપ્યો પરાજય


કેપ્ટન રોહિતનું મોટું નિવેદન
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ મેચ જીત્યા બાદ કહ્યું- બોલરોએ કમાલનું પ્રદર્શન કર્યું. પાકિસ્તાનને 191 રનમાં ઓલઆઉટ કરવું સરળ વાત નથી. એક સમયે લાગી રહ્યું હતું કે પાકિસ્તાનની ટીમ 260-270 રન બનાવી દેશે, પરંતુ બોલરોએ શાનદાર વાપસી કરી. દરેકનો દિવસ રોજ આવતો નથી. કોઈએ આગળ આવવું પડે છે. કેપ્ટન તરીકે મારી જવાબદારી મહત્વપૂર્ણ હોય છે. આ પરિસ્થિતિઓ સમજવા વિશે છે. બધાને ખબર છે કે મેદાન પર શું કરવાનું છે. જે ટીમ ટૂર્નામેન્ટ રમી રહી છે, તેમાં ક્વોલિટી છે. બસ તમારે સારૂ કરવાનું હોય છે. 


ભારતની સતત ત્રીજી જીત
આ પહેલા પાકિસ્તાન માટે કેપ્ટન બાબર આઝમ 50 રન બનાવી ટોપ સ્કોરર રહ્યો હતો. મોહમ્મદ રિઝવાને 49 રન બનાવ્યા હતા. ઓપનર ઇમામ ઉલ હકે 36 અને અબ્દુલ્લા શફીકે 20 રનનું યોગદાન આપ્યું હતું. ભારત માટે 5 બોલરોએ બે-બે વિકેટ લીધી હતી. બુમરાહે 29 રન આપી બે સફળતા મેળવી હતી. આ સિવાય મોહમ્મદ સિરાજ, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ અને જાડેજાને પણ બે-બે વિકેટ મળી હતી. ભારતે આ રીતે વિશ્વકપમાં સતત ત્રીજી જીત મેળવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube