Rohit Sharma Statement: WTC ફાઈનલમાં હારથી ગુસ્સે થયો કેપ્ટન રોહિત, કહ્યું- આ બે ખેલાડીઓએ...
Captain Statement: ટીમ ઈન્ડિયાએ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં સતત બીજીવાર હારનો સામનો કરવો પડ્યો છે. ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 209 રનના મોટા અંતરથી પરાજય આપ્યો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ હારના કારણો પર ચર્ચા કરી છે.
નવી દિલ્હીઃ Rohit Sharma Statement, IND vs AUS: ભારતીય ટીમનું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બનવાનું સપનું ફરી ચકનાચૂર થઈ ગયું છે. ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ (WTC Final-2023) મેચમાં 209 રનના મોટા અંતરથી પરાજય આપ્યો છે. હાર બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ તેના કારણો પર વાત કરી છે.
ભારતનો કારમો પરાજય
લંડનના કેનિંગટન ઓવલ મેદાન પર રમાયેલી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને ફીલ્ડિંગનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમે પોતાની પ્રથમ ઈનિંગમાં 469 રન બનાવ્યા, ત્યારબાદ ભારતીય ટીમ 296 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ પોતાની બીજી ઈનિંગ 8 વિકેટે 270 રન પર ડિકલેર કરી અને ભારતને 444 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં ભારતીય ટીમ 234 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
આ પણ વાંચોઃ ભારતને હરાવી ઓસ્ટ્રેલિયાએ રચ્યો ઈતિહાસ, ક્રિકેટમાં આ સિદ્ધિ મેળવનારી બની પ્રથમ ટીમ
રોહિતે આપ્યું નિવેદન
હાર બાદ કેપ્ટન રોહિત શર્માએ કહ્યુ- મને લાગે છે કે અમે ટોસ જીતીને સારી શરૂઆત કરી. એવી પરિસ્થિતિમાં તેને (ઓસ્ટ્રેલિયન ટીમ) બેટિંગ માટે ઉતારી. અમે પ્રથમ સેશનમાં સારી બોલિંગ કરી અને ત્યારબાદ જે પ્રકારની બોલિંગ કરી, તેનાથી ખુદ નિરાશ છું. ઓસ્ટ્રેલિયન બેટરોને શ્રેય આપવો પડશે.
આ પણ વાંચોઃ WTC Final: આ છે ભારતની હારના પાંચ વિલન, જેના કારણે ટીમ ઈન્ડિયાએ ગુમાવી ફાઈનલ
આ બે ખેલાડીઓનું નામ લીધુ
રોહિતે આગળ કહ્યુ- પછી ટ્રેવિસ હેડ આવ્યો અને સ્ટીવ સ્મિથની સાથે ખરેખર સારૂ પ્રદર્શન કર્યુ. બંનેએ સારી બેટિંગ કરી જેનાથી અમે થોડા સતર્ક થઈ ગયા. અમને ખ્યાલ હતો કે આવી મેચમાં વાપસી કરવી હંમેશા મુશ્કેલ હોય છે, પરંતુ અમે સારૂ પ્રદર્શન કર્યું. અમે અંત સુધી લડ્યા. ઈમાનદારીથી બે ફાઈનલ રમવી અમારા માટે એક સારી સિદ્ધિ છે, પરંતુ અમારે હવે સારૂ પ્રદર્શન કરવું પડશે. અહીં આવવા માટે છેલ્લા બે વર્ષમાં અમે જે કર્યું છે, તમે તેનો શ્રેય ન લઈ શકો. ટીમ તરફથી શાનદાર પ્રયાસ. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે અમે આગળ ન વધી શક્યા અને ફાઈનલ ન જીતી શક્યા.
રોહિત શર્મા ICCથી નારાજ
હાર બાદ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા ICCથી નારાજ જોવા મળ્યો હતો. પ્રેસ કોન્ફરન્સમાં વાત કરતાં તેણે ક્રિકેટ ચલાવતી સંસ્થાને સીધો સવાલ કર્યો કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ જૂનમાં જ કેમ રમાય છે. આ સાથે તેણે ઈંગ્લેન્ડની યજમાની પર પણ સવાલો ઉઠાવ્યા હતા. રોહિતે કહ્યું- વર્ષમાં એકમાત્ર જૂન મહિનો નથી જ્યારે WTC ફાઇનલ રમી શકાય, તે ફેબ્રુઆરી, માર્ચમાં પણ રમી શકાય. ડબલ્યુટીસી ફાઈનલ માત્ર ઈંગ્લેન્ડમાં જ નહીં, દુનિયામાં ગમે ત્યાં રમી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube