IND vs WI: જીતવા છતાંય રોહિત શર્માએ ટીમમાંથી આ ખેલાડીની કેમ કરી હકાલપટ્ટી?
Rohit Sharma Statement: ભારતીય ટીમે શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને એક દાવ અને 141 રને હરાવ્યું હતું. હવે બંને ટીમો વચ્ચે શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ રહી છે. વિજય છતાં કેપ્ટન રોહિત શર્માએ પ્લેઇંગ-11માં ફેરફાર કર્યો હતો.
Rohit Sharma: ટીમ ઈન્ડિયા ધીરે ધીરે એક નવાઈ માઈલ સ્ટોન તરફ આગળ વધી રહ્યું છે. ધીરે ધીરે ટીમ ઈન્ડિયા ટેસ્ટ ક્રિકેટમાં પણ એક બાદ એક રેકોર્ડ પોતાના નામે કરી રહ્યું છે. એવામાં વિરાટ કોહલી બાદ હવે રોહિત શર્માની કપ્તાનીમાં પણ ભારતીય ક્રિકેટ ટીમનું પ્રદર્શન સતત સુધરી રહ્યું છે. ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ ચેમ્પિયન શીપને બાદ કરતા ભારત સતત સારું પ્રદર્શન કરી રહ્યું છે. એવામાં રોહિત શર્મા હવે અલગ અલગ ખેલાડીઓેને અજમાઈ રહ્યાં છે. ડેશિંગ ઓપનર રોહિત શર્માની કપ્તાની હેઠળ રમી રહેલી ભારતીય ક્રિકેટ ટીમે શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને એક દાવ અને 141 રનથી હરાવ્યું હતું.
હવે આ બંને ટીમો વચ્ચે શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ (IND vs WI 2nd Test) પોર્ટ ઓફ સ્પેન, ત્રિનિદાદમાં રમાઈ રહી છે. દરમિયાન, કેપ્ટન રોહિતે જીત છતાં બીજી ટેસ્ટ માટે પ્લેઇંગ-11માં ફેરફાર કર્યો હતો. બીજી ટેસ્ટ મેચમાં ટોસ જીતીને વિન્ડીઝના કેપ્ટન ક્રેગ બ્રેથવેટે ભારતીય ટીમને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. રોહિત અને યશસ્વી જયસ્વાલે મળીને 139 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. રોહિતે 80 અને યશસ્વીએ 57 રનનું યોગદાન આપ્યું હતું. સ્ટમ્પ સુધી ટીમ ઈન્ડિયાએ 4 વિકેટ ગુમાવીને 288 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 87 અને રવિન્દ્ર જાડેજા 36 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. વિન્ડીઝ ટીમ તરફથી કેમાર રોચ, શેનોન ગેબ્રિયલ, જોમેલ વોરિકન અને જેસન હોલ્ડરે 1-1 વિકેટ લીધી હતી.
પ્રથમ ટેસ્ટ જીતવા છતાં રોહિતે પ્લેઇંગ-11 બદલ્યો હતો-
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ડોમિનિકામાં પ્રથમ ટેસ્ટ જીતવા છતાં પ્લેઈંગ-11માં ફેરફાર કર્યો હતો. તેણે શાર્દુલ ઠાકુરને પડતો મૂક્યો અને મુકેશ કુમારને પ્લેઇંગ-11નો ભાગ બનાવ્યો. જોકે, આ ફેરફાર મજબૂરીમાં કરવો પડ્યો હતો. રોહિતે તેની પાછળનું કારણ પણ જણાવ્યું.
ટોસ હાર્યા બાદ આપવામાં આવ્યું કારણ-
રોહિતે ટોસ હાર્યા બાદ કહ્યું, 'અમે પહેલા બેટિંગ કરવા માંગતા હતા. સારું લાગે છે અને તડકો પણ છે. વિકેટ ધીમી પડી જશે. શાર્દુલને તકલીફ પડી રહી છે. તે ફિટ નથી. મુકેશ કુમાર ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. તેણે ઘરેલુ ક્રિકેટમાં ઘણી મહેનત કરી છે. બંને ટીમો વચ્ચેનો મુકાબલો હંમેશા જોવા માટે રોમાંચક રહ્યો છે. તે હંમેશા મુશ્કેલ પ્રવાસ રહેશે, તમારે સખત મહેનત કરવી પડશે. છેલ્લી મેચમાં પણ અમારે ખાસ કરીને બેટ્સમેનોએ સખત મહેનત કરવી પડી હતી. આશા રાખીએ છીએ કે અમે અપેક્ષા મુજબ પરિણામ મેળવીશું.