રોહિત શર્માની ટેસ્ટ કેપ્ટનશિપ પર સંકટના વાદળો, જાણો ક્યારે હિટમેન પર લેવાશે નિર્ણય
હિટમેનના નામથી જાણીતા રોહિત શર્માની ટેસ્ટ કેપ્ટનશિપ સંકટમાં આવી છે. રોહિત માટે આગામી વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ ખુબ મહત્વનો રહેશે. ભારતીય ટીમ 12 જુલાઈથી વેસ્ટ ઈન્ડિઝ સામે બે મેચની ટેસ્ટ સિરીઝ રમશે.
નવી દિલ્હીઃ રોહિત શર્માની ટેસ્ટ કેપ્ટનશિપ પર તત્કાલ કોઈ ખતરો નથી પરંતુ મુંબઈના આ સ્ટાર બેટરે પરંપરાગત ફોર્મેટમાં પોતાની નેતૃત્વ ક્ષમતા પર સવાલ ઉભા થતાં રોકવા છે તો વેસ્ટ ઈન્ડિઝમાં શાનદાર પ્રદર્શન કરવું પડશે. રોહિત વેસ્ટ ઈન્ડિઝમાં બે ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમની કમાન સંભાળશે અને સંભવતઃ ત્યારબાદ ભારતીય ક્રિકેટ બોર્ડની સાથે બેસી પરંપરાગત ફોર્મેટમાં પોતાના ભવિષ્ય પર ચર્ચા કરશે. ભારતીય ટીમમાં આ મામલાની જાણકારી રાખનારા સૂત્ર પ્રમાણે જો રોહિત 12 જુલાઈથી વેસ્ટ ઈન્ડિઝ સામે શરૂ થનારી બે ટેસ્ટ મેચની સિરીઝમાં સામેથી કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય નહીં લે તો તે ટીમની કમાન સંભાળશે.
રોહિત પરંતુ આ બે ટેસ્ટ મેચ દરમિયાન કોઈ મોટી ઈનિંગ ન રમે તો બીસીસીઆઈના ટોચના અધિકારીઓ અને રાષ્ટ્રીય પસંદગી સમિતિ પર નિર્ણય લેવાનું દબાણ હશે. બીસીસીઆઈના એક વરિષ્ઠ સૂત્રએ નામ ન જાહેર કરવાની શરત પર પીટીઆઈને કહ્યું- તે ખોટી વાતો છે કે રોહિતને કેપ્ટન પદેથી હટાવી દેવામાં આવશે. હાં, શું તે બે વર્ષના ડબ્લ્યૂટીસી (વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ) ચક્રમાં યથાવત રહેશે, આ એક મોટો સવાલ છે કારણ કે 2025માં ત્રીજી સાયકલ સમાપ્ત થવા પર તે લગભગ 38 વર્ષનો હશે.
આ પણ વાંચો- વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં થશે મોટા ફેરફાર, આ ખેલાડીઓને કરાશે બહાર, યુવાઓને મળશે તક!
તેમણે કહ્યું- હાલ મારુ માનવું છે કે શિવ સુંદર દાસ અને તેના સહયોગીઓએ બે ટેસ્ટ બાદ તેના બેટિંગ ફોર્મને જોતા નિર્ણય કરવો પડશે. હકીકતમાં બીસીસીઆઈ અન્ય ક્રિકેટ બોર્ડ કરતા અલગ રીતે કામ કરે છે. ભારતીય બોર્ડના ટોચના અધિકારીઓનું માનવું છે કે જ્યારે આલોચના વધુ હોય છે ત્યારે તમે યોગ્ય નિર્ણય લેતા નથી. સૂત્રએ કહ્યું- વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ ડિસેમ્બરના અંત સુધી કોઈ ટેસ્ટ નથી, જ્યારે ટીમ દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરશે. તેથી પસંદગીકારો પાસે વિચારણા કરવા અને નિર્ણય લેવા માટે પૂરતો સમય છે. ત્યાં સુધી પાંચમાં પસંદગીકાર (નવા અધ્યક્ષ) પણ સમિતિમાં સામેલ થઈ જશે અને ત્યારે નિર્ણય થઈ શકે છે.
નાગપુરમાં પડકારજનક વિકેટ પર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 120 રનના શાનદાર સ્કોરને છોડીને રોહિતે તે પ્રકારની ઈનિંગ રમી નથી, જેની તેની પાસે આશા રાખવામાં આવે છે. રોહિતે 2022માં ટેસ્ટ ટીમની કમાન સંભાળ્યા બાદથી ભારતે 10 ટેસ્ટ મેચ રમી છે, જેમાં ત્રણ તે રમ્યો નથી. આ દરમિયાન તેણે સાત ટેસ્ટમાં માત્ર 390 રન બનાવ્યા છે. તેણે માત્ર એક સદી ફટકારી છે. આ દરમિયાન વિરાટ કતોહલીએ તમામ 10 ટેસ્ટ મેચ રમી. તેણે 17 ઈનિંગમાં 517 રન બનાવ્યા અને અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામે 186 રન ફટકાર્યા હતા. પુજારાએ આ દરમિયાન આઠ ટેસ્ટની 14 ઈનિંગમાં 482 રન બનાવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube