રોહિત શર્માએ શરૂ કરી ટ્રેનિંગ, BCCIએ કહ્યું- એન્જિન સ્ટાર્ટ થઈ ગયું
Rohit Sharma Training: ટીમ ઈન્ડિયાએ મેલબોર્ન ટેસ્ટ બાદ બે દિવસ આરામ કર્યો. ગુરૂવારે ટીમના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ ટ્રેનિંગ શરૂ કરી દીધી છે.
નવી દિલ્હીઃ ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ ક્વોરેન્ટાઇનમાં સમય પસાર કર્યા બાદ 31 ડિસેમ્બરે પોતાની ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. રોહિતે બેટિંગ કોચ વિક્રમ રાઠોડની હાજરીમાં ટ્રેનિંગ શરૂ કરી છે. રોહિત સિડનીમાં ક્વોરેન્ટાઇન પૂરો કર્યા બાદ બુધવારે ટીમની પાસે મેલબોર્ન પહોંચ્યો હતો.
રોહિત શર્મા ઈજાને કારણે ટીમની સાથે શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા ગયો નહતો. તે સીમિત ઓવરોમાં બહાર રહ્યો અને ટેસ્ટ સિરીઝમાં પ્રથમ બે મેચ પણ રમી શક્યો નહીં. ત્યારબાદ રોહિતે ફિટનેસ ટેસ્ટ પાસ કરી અને તે ઓસ્ટ્રેલિયા રવાના થયો હતો. પરંતુ ટીમની સાથે જોડાયા પહેલા તેણે નિયમાનુસાર ક્વોરેન્ટીનમાં સમય પસાર કરવો પડ્યો હતો.
વિરાટ કોહલી અને સ્ટીવ સ્મિથને પછાડી કેન વિલિયમસન નંબર વન ટેસ્ટ બેટ્સમેન
ટીમ ત્રીજી ટેસ્ટ માટે ચાર જાન્યુઆરીએ સિડની પહોંચશે. પહેલા ટીમે 31 ડિસેમ્બરે સિડની પહોંચવાનું હતું પરંતુ કોવિડ-19ની પરિસ્થિતિઓને કારણે ટીમની યોજનામાં ફેરફાર થયો છે.
બીસીસીઆઈએ ગુરૂવારે ટ્વીટ કરી રોહિત ટ્રેનિંગ શરૂ કરી તેની જાણકારી આપી છે. બીસીસીઆઈએ ટ્વીટ કરી કહ્યું, 'હિટમેન અહીં આવી ચુક્યો છે અને એન્જિન સ્ટાર્ટ થઈ ગયું છે.'
વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube