દુબઈઃ એશિયા કપમાં ભારતીય ટીમની આગેવાની કરનાર ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા આઈસીસી વનડે બેટ્સમેનોના તારા રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. આ રેન્કિંગમાં વિરાટ કોહલી પ્રથમ સ્થાને યથાવત છે. આ રીતે આઈસીસીના આ રેન્કિંગમાં ટોંચના બે સ્થાન પર ભારતીય ખેલાડીઓએ કબજો જમાવ્યો છે. આ બીજીવખત છે કે જ્યારે રોહિત રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચ્યો છે. આ પહેલા તે જુલાઈમાં બીજા સ્થાને પહોંચ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એશિયા કપમાં રોહિત શર્મા 317 રન બનાવીને બીજો સર્વોચ્ચ સ્કોરર રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારતે ફાઇનલમાં બાંગ્લાદેશને ત્રણ વિકેટે હરાવીને સાતમી વખત એશિયા કપનું ટાઇટલ જીત્યું હતું. શ્રેણીમાં સૌથી વધુ (342) રન બનાવનાર ધવને રેન્કિગમાં ચાર સ્થાનનો સુધાર કર્યો છે. તે પાંચમાં સ્થાને પહોંચી ગયો છે. ભારતના બંન્ને ઓપનિંગ બેટ્સમેનો અફગાનિસ્તાન વિરુદ્ધ સુરચ ફોરની અંતિમ મેચમાંથી બહાર રહ્યાં હતા અને તે મેચ ટાઈ થઈ હતી. 


રેન્કિંગમાં સુધાર કરનારા ભારતીય ખેલાડીઓમાં સ્પિનર કુલદીપ યાદવ પણ સામેલ છે. જે ત્રણ સ્થાન આગળ વધીને કેરિયરના સર્વશ્રેષ્ઠ ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. કુલદીપે એશિયા કપમાં બાંગ્લાદેશના મુસ્તફિઝુર રહેમાન અને અફગાનિસ્તાનના રાશિદ ખાનની સાથે વિકેટ લેવામાં ટોપ પર રહ્યો હચોય ત્રણેય બોલરોએ ટૂર્નામેન્ટમાં 10-10 વિકેટ ઝડપી હતી.