નવી દિલ્હીઃ રોહિત શર્મા (Rohit Sharma)અને વિરાટ કોહલી (Virat Kohli)ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટરોમાંથી એક છે. આજે ક્રિકેટ જગતમાં બંનેનું ખુબ મોટું નામ છે. ઘણા ફેન્સના મનમાં તે સવાલ ઉઠે છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલીમાંથી કયો ખેલાડી સૌથી વધુ ધનીક છે. આજે આપણે જાણીશું કે વિરાટ કોહલી અને રોહિત શર્મામાંથી કયો ખેલાડી સૌથી વધુ ધનીક છે અને કોની પાસે વધુ પ્રોપર્ટી છે. આવો જાણીએ બંનેની નેટવર્થ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌથી પહેલા વાત રોહિત શર્માની. રોહિત શર્માની કમાણીનો મુખ્ય સ્ત્રોત ક્રિકેટ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ છે. રોહિત ગ્રેડ એ પ્લસ ખેલાડી છે, તેમાં તેને વર્ષે 7 કરોડ રૂપિયા મળે છે. ક્રિકેટ સિવાય રોહિતની સૌથી વધુ કમાણી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી થાય છે. રોહિત ડ્રીમ 11, નિસાન, ઓપ્પો અને એડિડાસ જેવી બ્રાન્ડના પ્રચાર કરવા કરોડો રૂપિયાનો ચાર્જ લે છે. 


રોહિતનું મુંબઈમાં ખુદનું ઘર છે, જેની કિંમત 30 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આ સિવાય તેની પ્રોપર્ટી હૈદરાબાદમાં પણ છે. રોહિતની કુલ નેટવર્થ 200 કરોડ રૂપિયાથી વધુ છે. હવે વાત કરીએ વિરાટ કોહલીની. વિરાટ કોહલીની કુલ નેટવર્થ 900 કરોડ રૂપિયાથી વધુ છે. તેની કમાણીનો મુખ્ય સ્ત્રોત પણ ક્રિકેટ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ છે. વિરાટ પણ ગ્રેડ એ પ્લસ ખેલાડી છે. વિરાટ પ્યૂમા, એમઆરએફ જેવી કંપનીઓની એડ કરે છે, જ્યાંથી તેને કરોડોની કમાણી થાય છે. 


આ પણ વાંચોઃ ધર્મ બદલીને ક્રિકેટની દુનિયામાં આ 10 ધમાકેદાર ખેલાડીઓએ મચાવી ધમાલ!


પ્રોપર્ટીની વાત કરીએ તો વિરાટ કોહલી પાસે રોહિત શર્મા કરતા વધુ પ્રોપર્ટી છે. તેની પાસે મુંબઈ, ગુડગાંવ, અલીબાગ અને વિદેશમાં ઘણા ફ્લેટ્સ છે. આ પ્રમાણે વિરાટ કોહલી પાસે રોહિત કરતા વધુ સંપત્તિ છે. પરંતુ ક્રિકેટના મેદાન પર બંને એકબીજાથી ઓછા નથી. વિરાટ કોહલી ભારતનો કેપ્ટન રહી ચૂક્યો છે, જ્યારે રોહિત શર્મા વર્તમાનમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી રહ્યો છે.