નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની સૌથી સફળ ફ્રેન્ચાઇઝીમાંથી એક મુંબઈ ઈન્ડિયન્સ પરિવર્તનના સમયમાંથી પસાર થઈ રહી છે. ટીમે આગામી સીઝન પહેલા પોતાના ચેમ્પિયન કેપ્ટન રોહિત શર્મા પાસેથી કમાન છીનવી લીધી છે. રોહિતની જગ્યાએ મુંબઈએ હાર્દિક પંડ્યાને પોતાનો નવો કેપ્ટન બનાવયો છે. ફ્રેન્ચાઇઝીના આ નિર્ણય બાદ ફેન્સ ખુબ નિરાશ છે. આ કારણે ટીમે આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે. તેવામાં હવે ટીમના મુખ્ય કોચ માર્ક બાઉચરે એક પોડકાસ્ટમાં જણાવ્યું કે રોહિતની જગ્યાએ હાર્દિકને કેમ કેપ્ટન બનાવવામાં આવ્યો, પરંતુ બાઉચરના આ પોડકાસ્ટ વીડિયા પર રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહની એક એવી કોમેન્ટ આવી, જેનાથી તે સાબિત થઈ ગયું કે કેપ્ટનશિપમાં ફેરફાર સામાન્ય રીતે થયો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાઉચર પોડકાસ્ટમાં કહી રહ્યાં છે કે હાર્દિકને કેપ્ટન બનાવવો એક ક્રિકેટ સાથે જોડાયેલો નિર્ણય હતો અને લોકોએ તેનાથી ભાવુક ન થવું જોઈએ. તેમણે કહ્યું કે હાર્દિકને નવો કેપ્ટન બનાવવો મુંબઈ ઈન્ડિયન્સ માટે એક પરિવર્તનનો ભાગ છે.



તેણે કહ્યું- મને લાગે છે કે આ સંપૂર્ણ રીતે એક ક્રિકેટ સંબંધી નિર્ણય હતો. અમને હાર્દિકને પરત લેવાની તક મળી. આ અમારા માટે પરિવર્તનનો સમય છે. ઘણા લોકો ભારતમાં ભાવુક થાય છે, પરંતુ આપણે રમત અને ભાવનાઓને એકબીજાથી અલગ રાખવી પડશે. 


તેમણે કહ્યું- તે એક મુંબઈ ઈન્ડિયન્સનો ખેલાડી છે. તે બીજી ફ્રેન્ચાઇઝીમાં ગયો, પ્રથમ વર્ષે ટાઈટલ જીત્યું અને બીજા વર્ષે રનર્સઅપ રહ્યો. તેથી સ્પષ્ટરૂપતી તેનામાં નેતૃત્વ કરવાની ક્ષમતા છે. આ પોસ્ટ પર રોહિત શર્માની પત્ની રિતિકાએ કોમેન્ટ કરી લખ્યું કે- રોહિત શર્માની સાથે ઘણું ખરાબ થયું. રિતિકાની કોમેન્ટ બાદ આ મુદ્દે વિવાદ વધુ વધી શકે છે.