નવી દિલ્હી: રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારતીય ક્રિકેટ ટીમ આજે ત્રીજી ટી20 મેચમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટકરાશે. ટીમ ઈન્ડિયા આ સીરિઝમાં 2-0થી અજેય લીડ મેળવીને જીતી ચૂકી છે. પરંતુ તેમ છતાં રોહિતની સેના ક્લીન સ્વીપ કરવા માટે ઉત્સુક છે. ત્રીજી ટી20માં રોહિત પોતાની ટીમમાં થોડાક ફેરફાર કરી શકે છે. તમને જણાવી દઈએ કે પહેલી બે ટી-20માં બે ખેલાડીઓનું પ્રદર્શન ઘણું જ ખરાબ રહ્યું, ત્યારબાદ આજની મેચમાં તેમનું પત્તું કપાઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોહિત આ ખેલાડીઓને કરશે બહાર!
1. દીપક ચાહર
ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર દીપક ચાહર ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી20 સીરિઝમાં પુરી રીતે ફ્લોપ રહ્યા છે. બન્ને ટી20 મેચમાં દીપક બરાબરનો ઝૂડાયો હતો. પહેલી ટી20 મેચમાં ખર્ચાળ સાબિત થયેલા દીપકે બીજી મેચમાં લગભગ 10ની એવરેજથી પોતાની 4 ઓવરમાં 42 રન આપ્યા, જ્યારે તેને માત્ર 1 વિકેટ મળી. દીપક ચાહર ટીમની નબળાઈ બની રહ્યો છે. જ્યાં તેની પાસેથી ઇનિંગ્સની શરૂઆતની ઓવરોમાં ટીમને કેટલીક સફળતા અપાવવાની અપેક્ષા છે, તે કાર્યમાં તે સંપૂર્ણ નિષ્ફળ રહ્યો છે. આવી સ્થિતિમાં ત્રીજી મેચમાં તેનું બહાર બેસવું લગભગ નિશ્ચિત છે.


2. ભુવનેશ્વર કુમાર
ટીમ ઈન્ડિયાના સૌથી દિગ્ગજ બોલર ભુવનેશ્વર કુમાર છેલ્લા કેટલાંક મહિનાઓથી પોતાની જૂની લયમાં નજર આવી રહ્યા નથી. ભૂવી ટી20 વર્લ્ડકપની પહેલી મેચ પછી બહાર કરી દેવામાં આવ્યા હતા. ન્યૂઝીલેન્ડ પ્રવાર પર આશા હતી કે તેઓ સારું પ્રદર્શન કરશે. પહેલી મેચમાં તેમનું પ્રદર્શન સારું રહ્યું હતું, પરંતુ બીજી મેચમાં ફરી એકવાર ખરાબ પ્રદર્શન કરતાી બોલિંગ કરી હતી. ભુવીએ પોતાની નિર્ધારિત 4 ઓવરોાં 39 રન આપ્યા હતા. ભુવીની હવે જૂની સ્વિંગ બોલિંગ પણ જોવા મળી રહી નથી. આઈપીએલ 2021માં પણ ભુવીએ કંઈ ખાસ કમાલ દેખાડી શક્યો નહોતો. તેના સ્થાને આજે યુવા ઝડપી બોલર આવેશ ખાનને મોકો મળી શકે છે. આવેશ માટે પહેલી મેચ હશે. આવેશ આઈપીએલની પર્પલ કેપ રેસમાં બીજા નંબર પર રહ્યો હતો.


IPL મેગા ઓક્શન માટે થઇ મોટી ભવિષ્યવાણી, આ ધાકડ પ્લેયર પર લાગશે 20 કરોડની બોલી


ક્લીન સ્વીપ કરશે ટીમ ઈન્ડિયા?
ટીમ ઈન્ડિયા (Team India)એ પહેલાથી જ સીરિઝમાં 2-0ની અજેય લીડ હાંસલ કરી લીધી છે. જયપુરમાં રમાયેલી પહેલી ટી20 મેચમાં ભારતીય ટીમે 5 વિકેટથી અને રાંચી રમાયેલી બીજી મેચમાં 7 વિકેટથી કિવી ટીમને હરાવી હતી. ત્રીજી ટી20 મેચ આજે કોલકાતા (Kolkata) ના ઈડન ગાર્ડન મેદાન (Eden Garden) માં રમાશે. ભારતીય ટીમ આ મુકાબલાને જીતીને ક્લીન સ્વીપ કરવાનું વિચારશે.


ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ 11?
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), શ્રેયસ અય્યર, વેંકટેશ અય્યર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટ કિપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, આવેશ ખાન, યુજવેંદ્રર ચહલ અને હર્ષલ પટેલ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube