Virat Kohli Test Captaincy: વિરાટ કોહલીએ શનિવારે ભારતીય ટીમના ટેસ્ટ કેપ્ટનનું પદ છોડ્યું. એવામાં વિરાટ હવે ભારત માટે માત્ર બેટ્સમેન તરીકે મેદાનમાં રમતા જોવા મળશે. કોહલીના ટેસ્ટ સુકાનીપદ છોડ્યા બાદ ફેન્સની સાથે દિગ્ગજ ક્રિકેટર પણ ચોંકી ગયા છે. આ કડીમાં ભારતની સીમિત ઓવરોની ટીમના કેપ્ટન રોહિત શર્માનું નામ પણ જોડવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમ ઈન્ડિયાના હિટમેન રોહિત શર્મા તેના સાથી ખેલાડી વિરાટ કોહલીના ટેસ્ટ કેપ્ટનશિપ છોડવાથી ખૂબ જ આશ્ચર્યમાં મૂકાયા છે, અને દર્દનાક મેસેજ લખ્યો છે. રોહિતે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, 'આઘાત લાગ્યો. પરંતુ, ભારતીય કેપ્ટન તરીકે સફળ ઇનિંગ માટે અભિનંદન. ભવિષ્ય માટે શુભકામનાઓ. કોહલીની કેપ્ટનશીપ છોડ્યા બાદ રોહિત શર્મા પણ ટેસ્ટ ફોર્મેટમાં કેપ્ટન બનવાનો દાવેદાર છે. જોકે, BCCI આ મામલે સમજી વિચારીને નિર્ણય લેવા માંગે છે. ટેસ્ટ કેપ્ટન બનવાની રેસમાં કેએલ રાહુલ, શ્રેયસ અય્યર અને વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતના નામ પણ સામે આવી રહ્યા છે.


કોહલીએ કેપ્ટનશિપ છોડતા જ સૌરવ ગાંગુલીએ મૌન તોડ્યું, આપ્યું ચોંકાવનારું નિવેદન


વિરાટ કોહલી ભારતનો સૌથી સફળ ટેસ્ કેપ્ટન છે. કોહલીની કપ્તાનીમાં ભારતે 68માંથી 40 ટેસ્ટ મેચ જીતી હતી. ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ જેવા દેશોમાં વિરાટની કપ્તાનીમાં ભારતે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવી હતી. તેના સિવાય વિરાટે ODI અને T20 ઈન્ટરનેશનલમાં કેપ્ટન તરીકે પણ શાનદાર રેકોર્ડ બનાવ્યો હતો.


હાલ રોહિત શર્મા હેમસ્ટ્રિંગની ઈજાને કારણે દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાંથી બહાર છે. રોહિતની ગેરહાજરીમાં કેએલ રાહુલ આગામી વનડે શ્રેણીમાં કેપ્ટનશિપ કરતો જોવા મળશે.


BCCI રોહિત શર્માને પણ ટેસ્ટ કેપ્ટન બનાવવાના મૂડમાં નથી! આ નામો પર થઈ શકે છે ચર્ચા 


રોહિતને મળી ODI, T20ની કમાન
નોંધનીય છે કે વિરાટ કોહલીએ T20ની કેપ્ટનશીપ છોડ્યા બાદ BCCIએ રોહિત શર્માને સફેદ બોલ ક્રિકેટનો કેપ્ટન બનાવ્યો હતો. રોહિત શર્માની કેપ્ટનશીપ ગત વર્ષે ન્યુઝીલેન્ડ સામે રમાયેલી ટી20 સીરીઝમાં ફુલ ટાઈમ કેપ્ટન તરીકે જોવા મળી હતી. તે સીરિઝમાં ભારતે 3-0થી જીત મેળવી હતી.


હાર બાદ દ્રવિડ સાથે વાત, પછી જય શાહને ફોન, કોહલીનો કેપ્ટનશિપ છોડવાનો આ રહ્યો ઘટનાક્રમ!


વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે અણબનાવના સમાચાર હંમેશા સોશિયલ મીડિયા પર આવતા રહે છે. પરંતુ બંને સ્ટાર ખેલાડીઓએ તેમને ક્યારેય યોગ્ય કહ્યા નથી. વિરાટ કોહલીને વનડેની કેપ્ટનશીપ પરથી હટાવ્યા બાદ અટકળોનું બજાર વધુ ગરમાયું હતું. ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ તાજેતરમાં કહ્યું હતું કે બંને વચ્ચે ખૂબ જ સારો તાલમેલ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube