`અબ ઈંગ્લેન્ડ કા ક્યા હોગા`, ફૂલટાઈમ કેપ્ટન રોહિત શર્માનો આ રેકોર્ડ ચોક્કસ ઈંગ્લેન્ડને ડરાવશે!
ફૂલટાઈમ કેપ્ટન તરીકે રોહિત શર્માએ અત્યાર સુધી બધી સિરીઝ ક્લીન સ્વીપથી જ જીતી છે. ઓવરઓલ કેપ્ટનશીપમાં 13માંથી માત્ર એક જ સિરીઝ ગુમાવી છે.
નવી દિલ્લી: ઈંગ્લેન્ડ પ્રવાસ પર કોરોનાને હરાવનારા રોહિત શર્મા હવે સંપૂર્ણ રીતે ફીટ થઈ ગયો છે. તેની કેપ્ટનશીપમાં જ ભારતીય ટીમને ત્રણ મેચની ટી-20 સિરીઝ રમી રહ્યું છે. જોકે કેપ્ટન રોહિત શર્માની વિદેશમાં પહેલી સિરીઝ છે. ગયા વર્ષે વિરાટ કોહલીએ ટી-20 વર્લ્ડકપ પછી કેપ્ટનશીપ છોડી દીધી હતી. તેના પછી બીસીસીઆઈએ વન-ડેની કેપ્ટનશીપ પણ કોહલી પાસેથી છીનવીને તમામ ફોર્મેટની કેપ્ટનશીપ રોહિત શર્માને સોંપી દીધી હતી.
રોહિત શર્માના નામે અનોખો રેકોર્ડ:
રોહિત શર્માએ ફૂલટાઈમ કેપ્ટન તરીકે 5 સિરીઝ રમી છે. જેમાંથી બધામાં ક્લીન સ્વીપથી જ જીત મેળવી છે, રોહિતની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ ટી-20 મેચમી સિરીઝમાં ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકાને ક્લીન સ્વીપથી પરાજય આપ્યો હતો. જ્યારે વન-ડેમાં વેસ્ટ ઈન્ડિઝ અને ટેસ્ટમાં શ્રીલંકાનું ક્લીન સ્વીપ કર્યુ. હવે જોવાનું એ રહેશે કે ઈંગ્લેન્ડ સિરીઝમાં રોહિત પોતાના ક્લીન સ્વીપના રેકોર્ડને જાળવી રાખે છે કે પછી ઈંગ્લેન્ડની ટીમ તેનો રેકોર્ડ તોડી નાંખે છે.
ફૂલટાઈમ કેપ્ટન રોહિતે બધી સિરીઝ ઘરઆંગણે રમી:
1. ન્યૂઝીલેન્ડને ટી-20 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ (નવેમ્બર 2021)
2. વેસ્ટ ઈન્ડિઝને વન-ડે સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ (ફેબ્રુઆરી 2022)
3. વેસ્ટ ઈન્ડિઝને ટી-20 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ (ફેબ્રુઆરી 2022)
4. શ્રીલંકાને ટી-20 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ (ફેબ્રુઆરી 2022)
5. શ્રીલંકાને ટેસ્ટ સિરીઝમાં 2-0થી ક્લીન સ્વીપ (માર્ચ 2022)
રોહિતે પોતાની કેપ્ટનશીપમાં માત્ર એક સિરીઝ ગુમાવી:
રોહિત શર્માએ અત્યાર સુધી ઓવરઓવ ત્રણેય ફોર્મેટમાં મળીને કુલ 13 દ્વિપક્ષીય સિરીઝમાં કેપ્ટનશીપ કરી છે. તેમાંથી રોહિતની કેપ્ટનશીપમાં ભારતીય ટીમને માત્ર એકવખત ન્યૂઝીલેન્ડ સામે જ સિરીઝમાં હાર મળી છે. જ્યારે 12 સિરીઝમાં ટીમ ઈન્ડિયા જ ચેમ્પિયન રહી છે. રોહિતનો આ રેકોર્ડ ઈંગ્લેન્ડ માટે ડરામણો સાબિત થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube