Team India: ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક બેટર રોહિત શર્મા અને વિરાટ કોહલીને ભારતીય ક્રિકેટ ટીમની કરોડરજ્જુ માનવામાં આવે છે. રોહિત હાલમાં ટેસ્ટ અને વનડે ટીમની કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે. જ્યારે, વિરાટ કોહલીએ ઘણા વર્ષો સુધી ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કર્યું. આ બંને દિગ્ગજો વિશે એક મોટું અપડેટ આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યારે ટીમથી બહાર છે રોહિત-વિરાટ
વિરાટ અને રોહિત બંને અત્યારે ટીમ ઈન્ડિયાનો ભાગ નથી. ભારતીય ટીમ હાલમાં હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટી-20 સીરિઝ રમી રહી છે. આ સીરિઝની પ્રથમ મેચમાં પણ તેને 4 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. રોહિત અને વિરાટ સહિત ઘણા સિનિયરોને શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે.


રોહિત અને વિરાટ વિશે મોટું અપડેટ
ભારતીય ક્રિકેટ ટીમના ટોચના સ્ટાર્સ રોહિત શર્મા અને વિરાટ કોહલીને 2 અઠવાડિયાનો બ્રેક મળવા જઈ રહ્યો છે. વિરામ લીધા પછી આ બંને દિગ્ગજ ખેલાડીઓ એશિયા કપ-2023 કેમ્પ માટે 23 ઓગસ્ટે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં રિપોર્ટ કરશે. NCA 24 થી 29 ઓગસ્ટ સુધી એક અઠવાડિયાની શિબિરનું આયોજન કરી રહ્યું છે. રોહિત અને વિરાટ તેમના વ્યસ્ત શેડ્યૂલ પહેલા ખૂબ જ જરૂરી વેકેશનનો આનંદ માણી રહ્યા છે. બંને સિનિયર ICC વર્લ્ડ કપ 2023ની તૈયારીઓ શરૂ કરતા પહેલા એશિયા કપમાં ભાગ લેશે.


સીનિયર અધિકારીએ આપી અપડેટ 
બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ ઈન્સાઈડસ્પોર્ટને જણાવ્યું હતું કે, “રોહિત અને વિરાટ 23 ઓગસ્ટે NCAને રિપોર્ટ કરશે. આ જોડી હાલમાં T20 ટીમનો ભાગ નથી કારણ કે BCCIએ હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં યુવા ટીમની પસંદગી કરી છે. બીસીસીઆઈનું ધ્યાન અત્યારે એશિયા કપ પર છે. આ જોડી એશિયા કપ માટે ટીમ સાથે જોડાશે અને મોટી ટુર્નામેન્ટ પહેલા તેમની ફિટનેસ સુધારવા માટે બેંગલુરુમાં NCA ખાતેના કેમ્પમાં જોડાશે.