ફીફાઃ રોનાલ્ડો, સલાહ, અને મોડ્રિક સર્વશ્રેષ્ઠ ખેલાડી પુરસ્કાર માટે નોમિનેટ, મેસી બહાર
ફ્રાન્સની વિશ્વ કપ વિજેતા ટીમના મેનેજર ડિડીયર ડેશચૈમ્પ્સ, ક્રોએશિયાના મેનેજર જ્લાત્કો ડાલિચ અને રીયલ મેડ્રિડના પૂર્વ કોચ જિનેદિન જિદાનને ફીફાના વર્ષના સર્વશ્રેષ્ઠ કોચના પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા છે.
લંડનઃ ફીફાએ વર્ષના સર્વશ્રેષ્ઠ પુરૂષ ખેલાડી પુરસ્કાર માટે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, લુકા મોદ્રિક અને મોહમ્મદ સલાહને નામાંકિત કર્યા છે તો લિયોનેલ મેસીને સ્થાન આપવામાં આવ્યું નથી. છેલ્લા દાયકામાં મેસી અને રોનાલ્ડો બંન્નેએ આ પુરસ્કાર પર દબદબો બનાવી રાખ્યો હતો પરંતુ એફસી બાર્સિલોનાનો આ ખેલાડી સતત છેલ્લા 11 વર્ષથી ટોપ-3 ખેલાડીઓમાં સામેલ હોવા છતા આ વર્ષે દાવેદારોની યાદીમાંથી ગાયબ છે.
ફ્રાન્સની વિશ્વ કપ વિજેતા ટીમના મેનેજર ડિડીયર ડેશચૈમ્પ્સ, ક્રોએશિયાના મેનેજર જ્લાત્કો ડાલિચ અને રીયલ મેડ્રિડના પૂર્વ કોચ જિનેદિન જિદાનને ફીફાના વર્ષના સર્વશ્રેષ્ઠ કોચના પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા છે. ગોલકીપરના પુરસ્કાર માટે નામાંકિત ખેલાડીઓમાં ટોટેનહમ તથા ફ્રાન્સના હ્યૂગો લોરિસ, ડેનમાર્ક તથા લીસેસ્ટરના કૈસ્પર શમેઈશેલ અને બેલ્જિયમ તથા રીયલ મેડ્રિડના થિબોત કોર્ટોઇસ સામેલ છે.
મહિલાઓમાં નોર્વે અને લ્યોનની ખેલાડી એડા હેગરબર્ગ, જર્મની અને લ્યોનની ડજ્સેનિફર મોરાજ્સાન, બ્રાઝીલ તથા ઓરલૈન્ડો પ્રાઇડની પાંચ વખતની વિજેતા માર્તાને નામાંકિત કરવામાં આવી છે.