વેસ્ટઇન્ડિઝના ઓલરાઉન્ડરે કર્યો ખુલાસો, પૃથ્વી માટે બનાવ્યો છે ‘સ્પેશલ પ્લાન’
યુવા પૃથ્વીને પદાર્પણ દરમિયાન સદી ફટકારી હતી અને સીરીઝની શરૂઆતની મેચમાં ભારતને વિશાળ જીતમાં મહત્વની ભૂમિકા અદા કરી હતી.
હૈદરાબાદ: વેસ્ટઇન્ડિઝના ઓલરાઉન્ડર રોસ્ટન ચેઝે કહ્યું કે તે યુવા ભારતીય બેટ્સમેન પૃથ્વી શો સામે લડવા પૂરી રીતે તૈયાર છે, જેની ભવ્ય બેટિંગે પ્રથમ ટેસ્ટમાં તેમની શરમજનક હારનો પાયો નાખ્યો હતો. યુવા પૃથ્વીને પદાર્પણ દરમિયાન સદી ફટકારી હતી અને સીરીઝની શરૂઆતની મેચમાં ભારતને વિશાળ જીતમાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. ચેઝે બીજી ટેસ્ટની પૂર્વ સાંજે કહ્યું હતું કે, ‘મને પૂરો વિશ્વાસ છે કે પહેલી ટેસ્ટમાં જે થયું, અમારા ખેલાડીઓ તેનાથી ઘણું બધુ શીખ્યા હશે અને મેચની શરીઆતમાં અમારા આક્રમણને તોડી નાખનાર યુવા ખેલાડીના મજબૂત પક્ષ વિશે થોડૂ જાણ્યા હશે. મને પૂરો વિશ્વાસ છે કે ’
ચેજે કહ્યું હતું કે પૃથ્વી શો માટે અમે રણનીતી બનાવી છે પરંતુ તેણે આ વિશે પર કોઇ ખુલાસો કર્યો ન હતો. તેણે કહ્યું, પ્રથમ ટેસ્ટ પછી અમે લાંબી વાત કરી અને કેટલીક યોજનાઓ બનાવી છે. અમે ચર્ચા કરી હતી કે બીજા ટેસ્ટમાં તેને કેટલાક અન્ય બેટ્સમેનને કઇ રીતથી બોલીંગ કરવામાં આવે, હું સ્પષ્ટ પણથી આ કોન્ફ્રેન્સમાં તેના વિશે ચર્ચા કરી શકતો નથી. મને લાગે છે કે હવે અમને સારી રીતે ખબર પડી ગઇ છે કે અમારે તેની સામે શું કરવું જોઇએ.
બીજી ટેસ્ટ માટે વેસ્ટઇન્ડિઝની સામે સકારાત્મક વાત એ પણ છે કે ટીમમાં સૌથી સીનિયર ફાસ્ટ બોલર કેમાર રોચ ને કેપ્તાન જેસન હોલ્ડર હાજર છે. ચેઝે કહ્યું કે, કેપ્તાનની વાપસી હમેશા સારી હોય છે. મને નથી ખબર કે આગળની મેચ માટે ટીમનું સ્વરૂપ શું હશે. કહીં ના શકાય કે કોણ રમશે પરંતુ સારુ છે કે તે કેમાર રોચ પરત આવી ગયો છે. જે ઘણા સીનિયર ખેલાડી છે અને તેમના આવવાથી ટીમને ઘણો અનુભવ મળશે.
જણાવી દઇએ કે ભારત અને વેસ્ટઇંડીઝની વચ્ચે બીજી અને સીરીઝની છેલ્લી ટેસ્ટ મેચ શુક્રવારે (12 ઓક્ટોબર) શરૂ થઇ ગઇ છે. પહેલી મેચમાં એકતરફી પ્રદર્શન કરી ત્રણ દિવસમાં જીતનાર ભારતીય ટીમ સીરીઝમાં 1-0થી આગળ છે. એમાં કોઇ શક નથી કે ટેસ્ટની નંબર-1 ટીમ આ મેચમાં પણ પોતાની બાદશાહત રાખવા માંગશે. ઇગ્લેન્ડમાં હાર પછી ભારત માટે આ સીરીઝ ઓસ્ટ્રેલીયાના ટૂર પહેલા ખોવાયેલા આત્મવિશ્વાસને હાંસલ કરવાનું કામ કરશે. સાથે જ આ મેચ તે ખેલાડીઓ માટે તક છે જે ઇંગ્લેન્ડમાં અને ફરી રાજકોટમાં રમી રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં સારુ પ્રદર્શન કરી શક્યા ન હતા.
રાજકોટ ટેસ્ટ: ભારતની અત્યારસુધીની સૌથી મોટી જીત
ભારતના સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ ચુકેલી પ્રથમ ટેસ્ટ મેચમાં વેસ્ટઇન્ડીઝને એક મેચ અને 272 રનોથી હરાવ્યું હતું. આ ભારતના ઘરમાં 100મી ટેસ્ટ હતી. આ મેચમાં વેસ્ટઇન્ડીઝની હાલત એવી હતી કે તેણ તેમની 20 વિકેટમાંથી 14 વિકેટ ત્રીજા દિવસે જ ગુમાવી ચુક્યા હતા. આ ભારતની અત્યાર સુધીની સૌથી મોટી જીત છે જ્યારે વેસ્ટઇન્ડિઝની આ અત્યારસુધીની બીજી સૌથી મોટી હાર છે.
ભારતની પ્રથમ મેચમાં કેપ્તાન વિરાટ કોહલી (139), પદાર્પણ કરી રહેલા પૃથ્વી શો (134), રવિન્દ્ર જાડેજા (નાબાદ 100), ચેતેશ્વર પુજારા (86)ની ભવ્ય બેટિંગ્સના દમ પર પોતાની પ્રથમ મેચ નો વિકેટ પર 646 રનો પર જાહેર કરી હતી. શોની આ પદાર્પણ મેચ હતી અને તેની પ્રથમ મેચમાં જ સદી ફટકારનાર તે ભારતનો 15મો બેટ્સમેન બની ગયો છે. તેની ભવ્ય બેટિંગના કારણે તેને ‘મેન ઓફ ધ મેચ’ પસંદ કરવામાં આવ્યો હતો.