IPL 2019: RCBએ ફટકાર્યો હારનો છગ્ગો, 6 વર્ષ જૂના રેકોર્ડની કરી બરોબરી
આઈપીએલ સિઝન 12 વિરાટ કોહલીની આગેવાની વાળી આરસીબી ટીમ માટે અત્યાર સુધી શ્રાપ સાબિત થઈ છે. દિલ્હી કેપિટલ્સ સામે હારીને બેંગલુરૂની ટીમે એક શરમજનક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
બેંગલુરૂઃ કાગિરો રબાડા (21 રન પર 4 વિકેટ)ની આગેવાનીમાં પોતાના બોલરોના શાનદાર પ્રદર્શન અને પછી શ્રેયસ અય્યર (67)ની શાનદાર બેટિંગની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ સિઝન 12ના 20માં મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને તેના ઘરમાં 4 વિકેટે પરાજય આપ્યો છે.
આઈપીએલ સિઝન 12માં વિરાટ કોહલીની આગેવાની વાળી રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ ટીમ માટે શ્રાપ સાબિત થયો છે. દિલ્હી કેપિટલ્સ સામે હાર્યા બાદ બેંગલુરૂની ટીમે એક શરમજનક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂની ટીમે આઈપીએલ સિઝન 12ની શરૂઆતથી લઈને અત્યાર સુધી પોતાના 6 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે વિરાટની આગેવાની વાળી આ ટીમે કોઈપણ આઈપીએલ સિઝનની શરૂઆતમાં સતત છથી વધુ મેચ હારવાના રેકોર્ડની બરોબરી કરી લીધી છે.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ પહેલા દિલ્હી ડેયરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ)એ આઈપીએલ 2013માં સતત 6 મેચ ગુમાવી હતી અને હવે IPL 2019માં વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ આ અણગમતા રેકોર્ડને પોતાના નામે કરી લીધો છે.
આરસીબીનો સતત છઠ્ઠો પરાજય, દિલ્હી કેપિટલ્સનો 4 વિકેટે વિજય
IPL સિઝનની શરૂઆતમાં સતત સૌથી વધુ મેચ હારવાનો રેકોર્ડઃ
6 રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (2019)
6 દિલ્હી ડેયરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ) (2013)
5 ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદ (2012)
5 મુંબઈ ઈન્ડિયન્સ (2014)
4 મુંબઈ ઈન્ડિયન્સ (2008)
4 મુંબઈ ઈન્ડિયન્સ (2015)
આઈપીએલ 2019: અત્યાર સુધી આરસીબીની સફર
શરૂઆતી છ મેચ, તમામમાં પરાજય
1. બેંગલુરૂને ચેન્નઈએ 7 વિકેટે હરાવ્યું
2. બેંગલુરૂને મુંબઈએ 6 રને હરાવ્યું
3. બેંગલુરૂને હૈદરાબાદે 118 રને હરાવ્યું
4. બેંગલુરૂને રાજસ્થાન રોયલ્સે 7 વિકેટે હરાવ્યું
5. બેંગલુરૂને કોલકત્તાએ પાંચ વિકેટે હરાવ્યું
6. બેંગલુરૂને દિલ્હીએ 4 વિકેટે હરાવ્યું