IPL 2019: સિઝનમાં જીતનું ખાતું ખોલાવવા માટે દિલ્હી સામે ઉતરશે આરસીબી
રોયલ ચેલેન્જર્સ બેંગલોર હજુ સુધી આ સિઝનમાં કોઈ મેચ જીતી શકી નથી. રવિવારે તેનો સામનો દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ થશે.
બેંગલુરૂઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની હાલની સિઝનમાં સતત પાંચ હારની સાથે પોઈન્ટ ટેબલમાં નિચલા સ્થાન પર રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીની ટીમ જ્યારે રવિવારે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મેદાનમાં ઉતરશે તો તેની નજર દમદાર પ્રદર્શન કરીને પ્રથમ જીત મેળવવા પર હશે.
બેંગલોર આ સિઝનમાં પ્રથમ જીતની રાહ જોઈ રહી છે તો દિલ્હીની ટીમ જ્યાં પાંચ મેચોમાં બે જીત સાથે પહોંચી છે. કેકેઆર સામે શુક્રવારે થયેલા પરાજય બાદ બેંગલોરે ટૂર્નામેન્ટમાં ટાઇટલની દોડમાં બન્યા રહેવાનો પડકાર હશે. પોતાની આશાને જાળવી રાખવા માટે ટીમે બાકીની તમામ મેચમાં વિજય મેળવવો પડશે. કેકેઆર વિરુદ્ધ કોહલીએ 49 બોલ પર 9 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 84 જ્યારે ડિવિલિયર્સે 32 બોલ પર 63 રનની ઈનિંગ રમી જેમાં પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગા સામેલ છે. આ બંન્નેએ બીજી વિકેટ માટે 108 રન જોડ્યા પરંતુ રસેલની ધુઆંધાર ઈનિંગને કારણે ટીમ 205 રનના મોટા સ્કોરનો બચાવ કરવામાં અસફળ રહી હતી.
આ મેચમાં યુજવેન્દ્ર ચહલ અને પવન નેગી સિવાય બેંગલોરના બોલર ન તો વિકેટ લેવામાં સફળ રહ્યાં ન તો રોકવામાં. કેકેઆર વિરુર્ધ અંતિમ ચાર ઓવરમાં 66 રન આપવાના કારણે કોહલી પણ બોલરો પર ગુસ્સે થયો હતો.
બેટિંગમાં પણ ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. ચેન્નઈ સુપરકિંગ્સ વિરુદ્ધ ટીમ માત્ર 70 રન બનાવી શકી તો સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ તેની ઈનિંગ 113 રને સમેટાઇ ગઈ હતી. રાજસ્થાન વિરુદ્ધ પણ ટીમના ટોપ ઓર્ડરનો ધબડકો થયો હતો. તેવામાં દિલ્હીની વિરુદ્ધ ટીમને ટોપ ક્રમ પાસેથી મોટી આશા હશે.
દિલ્હી માટે પણ મુશ્કેલી ઓછી નથી. પ્રથમ મેચમાં મુંબઈ વિરુદ્ધ જીત મેળવ્યા બાદ ટીમે સતત ત્રણ હારનો સામનો કરવો પડ્યો છે. રિષભ પંતે મુંબઈ વિરુદ્ધ 78 રન બનાવ્યા હતા જ્યારે શિખર ધવન, પૃથ્વી શો, શ્રેયર અય્યર અને કોલિન ઇન્ગ્રામ લયમાં છે. બોલિંગ વિભાગની આગેવાની કાગિસો રબાડા કરી રહ્યો છે જેમાં ટ્રેન્ટ બોલ્ટ અને ઈશાંત શર્મા જેવા અનુભવી બોલરો પણ સામેલ છે. મેચ સાંજે ચાર કલાકે શરૂ થશે.