IPL 2018: એબી ડિવિલિયર્સના `વિરાટ` શો સામે દિલ્હી ફેલ, બેંગલોર 5 વિકેટે જીત્યું
આઈપીએલની 45મી મેચમાં રોયલ ચેલેજર્સ બેંગલોરે દિલ્હી ડેયરડેવિલ્સને પાંચ વિકેટે પરાજય આપ્યો છે.
નવી દિલ્હીઃ આઈપીએલની સીઝન-11ની 45માં મેચમાં એબી ડિવિલિયર્સના (70*) અને કેપ્ટન વિરાટ કોહલીના (70)ની મદદથી રોયલ ચેલેજર્સ બેંગલોરે અહીં રમાયેલી મેચમાં દિલ્હી ડેયરડેવિલ્સને 5 વિકેટે પરાજય આપ્યો હતો. દિલ્હીએ 20 ઓવરમાં 181 રન બનાવ્યા હતા અને બેંગલોરને જીતવા માટે 182 રનનો લક્ષ્ય આપ્યો હતો. જેને બેંગલોરે 1 ઓવર બાકી હતી તે પહેલા હાસિલ કરી લીધો હતો.
એબી ડિવિલિયર્સે 37 બોલમાં 6 સિક્સ અને 4 ફોર ફટકારી હતી. વિરાટ કોહલી 7 ફોર અને 3 સિક્સની મદદથી 70 રન બનાવી આઉટ થયો હતો. ચેઝ કરવા ઉતરેલી દિલ્હીએ 18 રનમાં બંન્ને ઓપનરોને ગુમાવી દીધો હતો. ત્યારબાદ એબી અને કોહલીએ ત્રીજી વિકેટ માટે 118 રનની ભાગીદારી કરી હતી. દિલ્હીનો આ સીઝનમાં 9મો પરાજય છે. જ્યારે બેંગલોરે ચોથો વિજય મેળવ્યો છે.
દિલ્હીની ઈનિંગનો રોમાંચ
બેંગલોરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીની ટીમે પંત (61) રનની શાનદાર બેટિંગની મદદથી 20 ઓવરમાં 4 વિકેટે 181 રન બનાવ્યા હતા. પંત સિવાય 17 વર્ષીય અભિષેક શર્માએ 19 બોલમાં 46 રનની તોફાની અણનમ ઈનિંગ રમી હતી.
પંતે 34 બોલમાં 5 ફોર અને ચાર સિક્સ ફટકારી. તેણે માત્ર 27 બોલમાં તેની અર્ધસદી પુરી કરી હતી. આઈપીએલની આ સીઝનમાં તેની ચોથી અને ઓવરઓલ સાતમી અર્ધસદી છે. આ સિવાય પોતાની પ્રથમ મેચ રમી રહેલ યુવા અભિષેક શર્માએ 19 બોલમાં 3 ફોર અને ચાર સિક્સની મદદથી અણનમ 46 રન બનાવ્યા. વિજય શંકર (21*)ની સાથે અભિષેકે પાંચમી વિકેટ માટે 61 રનની ભાગીદારી કરી હતી.
આમ પડી દિલ્હીની વિકેટ
દિલ્હીને પ્રથમ ઝટકો પ્રથમ ઓવરમાં લાગ્યો, જ્યારે યુવા બેટ્સમેન પૃથ્વી શો (2)ને સ્પિનર ચહલે બોલ્ડ કર્યો. ત્યારબાદ ચહલે જેસન રોયને પોતાનો બીજો શિકાર બનાવ્યો. રોયે 12 રન બનાવ્યા હતા.
ત્યારબાદ પંતને મોઈન અલીને એબીના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. તે 109ના સ્કોર ટીમના ત્રીજા ઝટકાના રૂપમાં પેવેલિયન પરત ફર્યો હતો. પંતે કેપ્ટન અય્યર સાથે ત્રીજી વિકેટ માટે 93 રન જોડ્યા હતા. અય્યરને મોહમ્મદ સિરાજે પોતાનો શિકાર બનાવ્યો. તેણે 35 બોલમાં 3 ફોરની મદદથી 32 રન બનાવ્યા હતા.