જયપુરઃ વિરાટ કોહલીએ આઈપીએલ-2024માં ધમાલ મચાવી છે. કોહલીએ આજે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ શાનદાર બેટિંગ કરતા આઈપીએલ-2024ની પ્રથમ સદી ફટકારી દીધી છે. આઈપીએલના ઈતિહાસમાં આ કોહલીની આઠમી સદી છે. તે સદી ફટકારવાના મામલે નંબર-1 છે. કોહલીએ આજે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરી હતી. કોહલીએ માત્ર 67 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોહલીની આઠમી સદી
વિરાટ કોહલીએ આઈપીએલની 242 મેચની 236મી ઈનિંગમાં આઠમી સદી ફટકારી છે. કોહલી આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ રન ફટકારનાર બેટર છે. વિરાટ કોહલીએ આઈપીએલમાં અત્યાર સુધી 53 અડધી સદી પણ ફટકારી છે. વિરાટ કોહલીએ 67 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ દરમિયાન કોહલીએ 9 ચોગ્ગા અને 4 સિક્સ ફટકારી હતી.


વિરાટ કોહલીએ 20 ઓવર સુધી બેટિંગ કરી હતી. કોહલીએ 72 બોલમાં 12 ચોગ્ગા અને ચાર સિક્સ સાથે અણનમ 113 રન બનાવ્યા હતા. જેની મદદથી આરસીબીએ 20 ઓવરમાં 3 વિકેટે 183 રન ફટકાર્યા હતા. 



આઈપીએલમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટર
વિરાટ કોહલી- 8 સદી
ક્રિસ ગેલ- 6 સદી
જોસ બટલર- 5 સદી
કેએલ રાહુલ- 4 સદી
શેન વોટસન- 4 સદી
ડેવિડ વોર્નર- 4 સદી