ઇંગ્લેન્ડની ટીમમાં છે 2 `રન મશીન`, 4 વર્ષમાં ત્રાહિમામ થઈ ગયા આખી દુનિયાના બોલર
આઇસીસી વિશ્વ કપ-2019 (ICC World Cup 2019)ની પહેલી મેચમાં આજે યજમાન ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુહૂર્ત મેચ રમાવામાં આવશે. આ મેચ પર આખી દુનિયાના ક્રિકેટપ્રેમીઓની નજર રહેશે. આ મેચમાં બે ખેલાડીઓ ઇંગ્લેન્ડના કેપ્ટન ઇયાન મોર્ગન તેમજ જોએ રૂટની ઇનિંગની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
નવી દિલ્હી : આઇસીસી વર્લ્ડ કપ -2019 (ICC World Cup 2019)ની પહેલી મેચમાં આજે (30 મે)ના દિવયે યજમાન ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુહૂર્ત મેચ રમવામાં આવશે. ધ ઓવલના મેદાનમાં બે મોટી ટીમોની ટક્કર થશે. આ મેચ પર આખી દુનિયાના ક્રિકેટપ્રેમીઓની નજર રહેશે. આ મેચમાં બે ખેલાડીઓ ઇંગ્લેન્ડના કેપ્ટન ઇયાન મોર્ગન તેમજ જોએ રૂટની ઇનિંગની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.આ બંને બેટ્સમેન 2015ના વિશ્વ કપ પછી સતત શાનદાર બેટિંગ કરી રહ્યા છે.
ઇંગ્લેન્ડની બેટિંગ જેટલી મજબૂત છે એટલી બોલિંગ મજબૂત નથી. ઇંગ્લેન્ડની ટીમમાં જોફ્રા આર્ચર, લિયામ પ્લંકટ, માર્ક વુડ, ક્રિસ વોક્સ તેમજ ટોમ કુરેજ જેવા બોલર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઇયાન મોર્ગન (Eoin morgan) : ક્રિકેટ વિશ્વ કપ ચાર વર્ષ પછી આવે છે. આ ટુર્નામેન્ટ 1975થી ચાલે છે પણ ઇંગ્લેન્ડ ક્યારેય જીતી નથી શક્યું. ઇયાન મોર્ગન 2015ના વિશ્વ કપ પછી અત્યાર સુધી 81 વન ડે મેચ રમ્યો છે જેમાં તેને 75 મેચોમાં બેટિંગની તક મળી છે. આ મેચોમાં તેણે કુલ 3039 રન બનાવ્યા છે જેમાં 5 શતકનો પણ સમાવેશ થાય છે. ઇયાન મોર્ગન ફોર્મમાં છે જેનો ફાયદો સ્પષ્ટ રીતે ઇંગ્લેન્ડને થાય છે. જો ઇયાન મોર્ગન કેપ્ટન તરીકે રન બનાવશે તો યુવા ખેલાડીઓનો પણ ઉત્સાહ વધશે અને એ સારું પ્રદર્શન કરશે.
જોએ રૂટ (Joe root) : ઇંગ્લેન્ડની ટીમના મધ્યક્રમમાં એક એવો બેટ્સમેન છે જે ક્રિઝ પર જામી જાય તો કોઈપણ બોલિંગ એટેકથી ધરાશાયી થઈ શકે છે. છેલ્લા ચાર વર્ષમાં રૂટે 78 મેચની 74 ઇનિંગમાં 3498 રન બનાવ્યા છે જેની સરેરાશ 58થી વધારે છે. તેણે 10 સદી પણ ફટકારી છે.
આ છે ટીમ ઇંગ્લેન્ડ : ઇયાન મોર્ગન (કેપ્ટન), મોઇન અલી, જોફ્રા આર્ચર, જોની બેયરસ્ટો (વિકેટકીપર), જોસ બટલર, ટોમ કુરૈન, લિસામ ડોસન, લિયામ પ્લંકટ, આદિલ રાશિદ, જોએ રૂટ, જેસન રોય, બેન સ્ટોક્સ, જેમ્સ વિંસે, ક્રિસ વોક્સ, માર્ક વુડ.