નવી દિલ્હી : રૂસમાં 14 જૂનથી શરૂ થનાર ફિફા વર્લ્ડ કપ આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે. ફૂટબોલ ફિવર વધી રહ્યો છે ત્યારે આ વખતે ચેમ્પિયન કોન બનશે? એ ચર્ચાઓ તેજ બની છે. જોકે એનો ખુલાસો 15 જુલાઇએ થશે. જ્યારે બે સર્વ શ્રેષ્ઠ ટીમો આમને સામને હશે. ફૂટબોલના ધૂરધંરોનુ માનવું છે કે, આ વખતે જર્મની ચેમ્પિયન બનશે તો કેટલાકનું એવું માનવું છે કે સ્પેન, ફ્રાંસ અને બ્રાઝિલ પણ હોટ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સંજોગોમાં આ વખતે ચેમ્પિયન કોણ બનશે, એ વાતની ભવિષ્યવાણી કરવી કઠીન છે. પરંતુ આ વખતે એવું કોઇ છે કે જે અગાઉથી જ જણાવી દે છે કે આ વખતે ફૂટબોલ ચેમ્પિયન કોણ બનશે. જી, હા... યાદ કરો 2010નો ફૂટબોલ વર્લ્ડ કપ. એ સમયે ઓક્ટોપસ બાબાએ સટીક ભવિષ્યવાણી કરી બતાવ્યું હતું કે સ્પેન ચેમ્પિયન બનશે અને થયું પણ એવું જ. જોકે આ વખતે ઓક્ટોપસ બાબા તો નથી પરંતુ એક બિલાડી આ વખતે જીતની ભવિષ્યવાણી કરનાર છે. 


પ્રથમ લીગમાં 48 મેચ રમાશે. અંતિમ 16 માટે 8 મેચ રમાશે. 8 ટીમો ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન પામશે. ત્યાર બાદ સેમી ફાઇનલ અને પછી 15મી જુલાઇએ ફાઇનલ મેચ રમાશે. આ મેચમાં નક્કી થશે કે ચેમ્પિયન કોણ બનશે. પરંતુ આ પહેલા Achilles નામની બિલાડી ભવિષ્યવાણી કરશે કે કઇ ટીમ આ વખતે ચેમ્પિયન બનશે. 


સફેદ બિલાડી સેંટ પીટરબગ્રના હર્મિટેજ મ્યુઝિયમમાં રહે છે. અત્યારે એ ખાસ પ્રકારની તાલિમ લઇ રહી છે. ફિફા વર્લ્ડ કપ શરૂ થતાં આ ભવિષ્યવાણી કરશે. જોકે એની ઉપર મોટી જવાબદારી હશે. કારણ કે 2010માં પોલ ઓક્ટોપસે સટીક ભવિષ્ય વાણી કરી હતી. એના માટે આ પ્રથમ વખત નથી. અગાઉ 2017માં કન્ફડેરેશન કપમાં પણ આ બિલાડીએ ભવિષ્યવાણી કરી હતી. 


આ બિલાડી સાંભળતી નથી...
Achilles નામની આ સફેદ બિલાડી સાંભળી શકતી નથી. એનો સીધો અર્થ એ થયો કે તે સરળતાથી એનું ધ્યાન ભટકાવી શકાય એમ નથી. ભવિષ્યવાણી માટે મેચ પૂર્વે બે ટીમોના પ્રતિક માટે બે બોલ એના આગળ ફેંકવામાં આવશે. જેના પર ટીમોના ફ્લેગ હશે. 


સ્પોર્ટ્સ ન્યૂઝ માટે અહીં ક્લિક કરો...