દોહાઃ કેન્યાની ટોપ એથલીટ રૂથ ચેપન્ગેટિચે ઈતિહાસ રચા અહીં ચાલી રહેલી વિશ્વ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં શનિવારે મહિલાઓની મેરેથોન સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારે ગરમીમાં આયોજીત આ મેરેથોનમાં રૂથે દમદાર પ્રદર્શન કર્યું અને 
2:32:43ના સમય સાથે પ્રથમ સ્થાન પર રહી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીત બાદ રૂથે કહ્યું, 'મને સારો અનુભવ થઈ રહ્યો છે. હું ખુબ ખુશ છું અને જીત માટે ભગવાનનો આભાર વ્યક્ત કરુ છું. અહીંની પરિસ્થિતિઓ મારા માટે આટલી ખરાબ નહતી.'


ગત વિજેતા બહરીનની રોજ ચેલિમો બીજા સ્થાને રહી હતી. તેણે 2:33:46ના સમય સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. તે રૂથી 63 સેકન્ડ પાછળ રહી હતી. બ્રોન્ઝ મેડલ નામીબિયાની રાષ્ટ્રમંડળ ચેમ્પિયન હેલિયા જોહાનેસના નામે રહી હતી. તેણે 2:34:15નો સમય લીધો હતો. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર