આખરે ટીમ ઈન્ડિયાને મળ્યો રોહિત શર્મા જેવો ઓપનર! 24 વર્ષનો આ ખેલાડી બનશે નવો `હિટમેન`
ટીમ ઈન્ડિયામાં રોહિતનું સ્થાન કોણ લેશે? રોહિતના સ્થાને કયો એવો ખેલાડી હશે જે ટીમમાં ઓપનિંગ બેટ્સમેનની જવાબદારી સંભાળી શકશે. જોકે આઈપીએલમાંથી આ સવાલનો જવાબ મળી ગયો છે.
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ઓપનર રોહિત શર્માની હાલના સમયમાં દુનિયાના બેસ્ટ ઓપનર બેટ્સમેનોમાં ગણતરી થાય છે. આ વાતમાં કોઈ બેમત નથી, કારણ કે રોહિત એકલા હાથે આખી મેચનું પાસું બદલવામાં સક્ષમ છે. પરંતુ હવે ધીરે ધીરે રોહિતની ઉંમર વધતી જાય છે અને તે આગામી વર્ષોમાં ક્રિકેટને અલવિદા કહી શકે છે. એવામાં મોટો સવાલ તે ઉદ્દભવે છે કે ટીમ ઈન્ડિયામાં રોહિતનું સ્થાન કોણ લેશે? રોહિતના સ્થાને કયો એવો ખેલાડી હશે જે ટીમમાં ઓપનિંગ બેટ્સમેનની જવાબદારી સંભાળી શકશે. જોકે આઈપીએલમાંથી આ સવાલનો જવાબ મળી ગયો છે.
આ બેટ્સમેન સંભાળશે ઓપનિંગની જવાબદારી
અત્રે નોંધનીય છે કે રોહિત શર્મા હાલ 34 વર્ષના છે અને આ ઉંમર પછી થોડાક જ વર્ષોમાં ક્રિકેટરો આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દેતા હોય છે, એવામાં રોહિતના સ્થાને ટીમ ઈન્ડિયાને એક નવા ઓપનિંગ બેટિંગ કરી શકે તેવા ઓપનર બેટ્સમેનની જરૂરત પડશે. જે જવાબદારી યુવા બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ સંભાળી શકે છે. હાલના સમયમાં ગાયકવાડની બેટિંગે ચારેબાજુ સનસની ફેલાયેલી છે જેનો દબદબો આખી દુનિયામાં દેખાઈ રહ્યો છે. હાલમાં આઈપીએલમાં ગાયકવાડની બેટિંગે દરેક પ્રશંસકનું દિલ જીત્યું છે.
વિરાટ અને રોહિતની મજાક ઉડાવવી આ પાકિસ્તાની ખેલાડીને પડી ભારે! બદલામાં મળી આટલી મોટી સજા
શ્રીલંકા વિરુદ્ધ કર્યું હતું ડેબ્યૂ
ઋતુરાજ ગાયકવાડે આ વર્ષે શ્રીલંકા પ્રવાસ પર ગયેલી ટીમ ઈન્ડિયામાંથી બેટિંગ કરીને પોતાની ટી20 આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરી હતી. આ સમયગાળા દરમિયાન 2 ટી20 મેચ રમવાનો અવસર મળ્યો, જેમાં તેમણે 35 રન જ બનાવી શક્યા હતા. પરંતુ આજકાલ સૈય્યદ મુશ્તાક અલી ટ્રોફીમાં તેમનું બેટ વિસ્ફોટક રન બનાવી રહ્યું છે. આઈપીએલ 2021માં આ ખેલાડીનું જેવું ફોર્મ રહ્યું હતું, તેવું જ ફોર્મ હવે ઘરેલૂ ક્રિકેટમાં પણ જોવા મળી રહ્યું છે. ઋતુરાજને જોયા પછી હવે તે વાતનું ટેન્શન તો દૂર થઈ ગયું છે કે રોહિત શર્મા જેવો ઓપનર ક્યાંથી લાવીશું?
NZ ની સામે ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, અજિંક્ય રહાણે સંભાળશે ટીમની કમાન
રોહિત જેવો જ વિસ્ફોટક
ઋતુરાજ ગાયકવાડની બેટિંગની વાત કરીએ તો તેમાં પણ રોહિત શર્મા જેવો જ દમ નજરે પડી રહ્યો છે. તે પણ રોહિતની જેમ મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપમાં બહાર આવ્યા છે. રોહિતની વાત કરીએ તો તે વિશ્વના સૌથી બેસ્ટ બેટ્સમેનોમાંથી એક છે. રોહિતના નામે વનડે ક્રિકેટમાં ત્રિપલ ડબલ સેન્ચુરીનો રેકોર્ડ નોંધાયેલો છે. જ્યારે આ બેટ્સમેન હાલમાં જ ભારતની ટી20 ટીમનો કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube