નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા અનુભવી ખેલાડી એસ. શ્રીસંતે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. આ માહિતી તેણે ટ્વિટર પર આપી છે. શ્રીસંતે કહ્યુ કે, તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની સાથે-સાથે તમામ ફોર્મેટમાંથી નિવૃતિ લઈ રહ્યો છે. શ્રીસંત પર આઈપીએલ 2013 દરમિયાન મેચ ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો. ત્યારબાદ બીસીસીઆઈએ તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેણે પ્રતિબંધ બાદ થોડા દિવસ પહેલાં રમાયેલી રણજી ટ્રોફીમાં વાપસી કરી હતી. તેણે મેઘાલય વિરુદ્ધ આ મેચમાં બે વિકેટ ઝડપી હતી. શ્રીસંતે આઈપીએલ ઓક્શનમાં ઉતરવાનો પણ નિર્ણય કર્યો હતો, પરંતુ કોઈ ટીમે તેને ખરીદ્યો નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રીસંતે ટ્વિટર પર લખ્યુ, 'આજ મારા માટે એક મુશ્કેલ દિવસ છે, સાથે આ રિફ્લેક્શન અને કૃતજ્ઞતાનો દિવસ પણ છે.  Ecc, એનાર્કુલમ જિલ્લા માટે રમવાનો અલગ અનુભવ રહ્યો છે. એક ક્રિકેટ ખેલાડીના રૂપમાં મારા 25 વર્ષના કરિયર દરમિયાન મેં હંમેશા સ્પર્ધા, જનૂન અને દ્રઢતાની સાથે ઉચ્ચ માપદંડોની સાથે તૈયારી અને પ્રેક્ટિસ દરમિયાન સફલતા અને ક્રિકેટ રમત જીતવાનો પ્રયાસ કર્યો છે. મારા પરિવાર, મારા સાથીઓ અને ભારતના લોકોનું પ્રતિનિધિત્વ કરવુ મારા માટે સન્માનની વાત છે.'


ICC Rankings: જાડેજા બન્યો વિશ્વનો નંબર-1 ઓલરાઉન્ડર, રિષભ પંતને પણ થયો ફાયદો  


શ્રીસંતના કરિયર પર નજર કરીએ તો તેણે ટીમ ઈન્ડિયા માટે 27 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન તેણે 87 વિકેટ ઝડપી છે. શ્રીસંતે 53 વનડેમાં 75 વિકેટ પોતાના નામે કરી છે. આ ફાસ્ટ બોલરે 10 ટી20 આંતરરાષ્ટ્રીયમાં 7 વિકેટ લીધી છે. તો આઈપીએલમાં તેના નામે 40 વિકેટ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube