વર્લ્ડ કપ 2019: દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચે ટક્કર, બંન્ને ટીમ પ્રથમ વિજય મેળવવા ઉતરશે
સાઉથ આફ્રિકા વિશ્વકપમાં પોતાની બીજી મેચ રમશે, જ્યારે બાંગ્લાદેશ આ વિશ્વકપમાં પોતાના અભિયાનનો પ્રારંભ કરશે.
લંડનઃ વિશ્વકપ 2019ના પાંમચાં મુકાબલામાં આજે દક્ષિણ આફ્રિકા બાંગ્લાદેશ સામે ટકરાશે. આ મેચ લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન પર બપોરે 3 કલાકે શરૂ થશે. દક્ષિણ આફ્રિકા માટે વિશ્વકપ 2019નો પ્રારંભ સારો રહ્યો નથી. પ્રથમ મેચમાં તેણે યજમાન ઈંગ્લેન્ડના હાથે કારમા પરાજયનો સામનો કરવો પડ્યો હતો. તો બાંગ્લાદેશની આ પ્રથમ મેચ હશે અને તેને કોઈપણ રીતે નબળી આંકી શકાય તેમ નથી. વિશ્વકપમાં બંન્ને ટીમો વચ્ચે કુલ 3 મેચ રમાઇ છે. દક્ષિણ આફ્રિકાએ બે અને બાંગ્લાદેશે એક મેચ જીતી છે. આ મહત્વના મેચમાં બંન્ને ટીમોના સંભવિત ખેલાડીઓ પર એક નજર કરીએ.
બાંગ્લાદેશઃ તમીમની ફિટનેસ પર આશંકા
શુક્રવારે પ્રેક્ટિસ દરમિયાન રૂબેલ હસનનો એક બોલ તમામ ઇકબાલને હાથ પર લાગ્યો હતો. દુખાવાને કારણે તે નેટની બહાર જતો રહ્યો હતો. એક્સ-રેમાં ફ્રેક્ચર તો નથી પરંતુ તેના હાથમાં શનિવારે રાત સુધી સોજો જોવા મળ્યો હતો. તેનું રમવાનું નક્કી નથી. જો તે રમશે નહીં તો બાંગ્લાદેશને મોટો ઝટકો લાગશે. કારણ કે તમીમ ન માત્ર ઓપનર છે પરંતુ ટીમનો સૌથી વિશ્વાસપાત્ર ખેલાડી છે.
આ હોઈ શકે છે બાંગ્લાદેશની અંતિમ ઇલેવન
મુશરફે મોર્તજા (કેપ્ટન), તમમ ઇકબાલ, લિટન દાસ, સૌમ્ય સરકાર, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન, શબ્બીર રહમાન, મેહદી હસન, રૂબેલ હસન, મુસ્તફિઝુર રહમાન અને અબુ જાએદ.
સાઉથ આફ્રિકાઃ અમલા પર મૌન
ઈંગ્લેન્ડ વિરુદ્ધ જોફ્રા આર્ચરના બાઉન્સરથી ઈજાગ્રસ્ત હાશિમ અમલા વિશે હજુ ટીમો કોઈ નિવેદન આપ્યું નથી. હેલમેટ પર બાઉન્સર લાગ્યા બાદ તે પેવેલિયન પરત ફર્યો હતો. બાદમાં બેટિંગ કરવા જરૂર આવ્યો પરંતુ અસહજ જણાતો હતો. ડેલ સ્ટેનનું રમવાનું નક્કી નથી. તેના ખભામાં ઈજા છે.
આ હોઈ શકે છે આફ્રિકાની અંતિમ ઇલેવન
ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), ક્વિન્ટન ડિકોક, ડેવિડ મિલર, જેપી ડ્યુમિની, હાશિમ અમલા, એડન માર્કરમ, રેસી વેનડર ડુસેન, એન્ડી ફેહલુકવાયો, કગિસો રબાડા, એનગિડી અને ઇમરાન તાહિર.