SA vs BAN: સાઉથ આફ્રિકાએ બાંગ્લાદેશને 6 વિકેટે હરાવ્યું, સેમીફાઈનલની રેસ બની રોમાંચક
T20 WC 2021, Match 30, SA vs BANG: બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા આફ્રિકાને માત્ર 85 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને આફ્રિકાએ આસાનીથી હાસિલ કરી લીધો હતો.
નવી દિલ્હીઃ SA vs BAN, T20 WC 2021: આઈસીસી ટી20 વિશ્વકપમાં સાઉથ આફ્રિકાએ બાંગ્લાદેશને છ વિકેટે પરાજય આપ્યો છે. સાઉથ આફ્રિકાની ટીમે ટૂર્નામેન્ટમાં ત્રીજી જીત મેળવી સેમીફાઇનલનો માર્ગ આસાન બનાવી દીધો છે. બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા માત્ર 85 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને સાઉથ આફ્રિકાએ 13.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી હાસિલ કરી લીધો હતો. આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બવુમાએ અણનમ 31 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી તસ્કિન અહમદે સર્વાધિક બે વિકેટ ઝડપી હતી, જ્યારે મહેદી હસન અને નસૂમ અહમદને એક-એક વિકેટ મળી હતી. આ પહેલા સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને બોલરેએ કેપ્ટનનો નિર્ણય યોગ્ય ઠેરવ્યો હતો. બાંગ્લાદેશના તમામ બેટર ફ્લોપ રહ્યા હતા.
આવી રહી સાઉથ આફ્રિકાની ઈનિંગ
85 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની શરૂઆત સારી રહી નતીં અને રીઝા હેંડરિક્સ 4 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ બેટિંગ કરવા આવેલા વેન ડુસેને ડિકોકની સાથે મળીને ઈનિંગને સંભાળી હતી. પરંતુ ડિ કોક 16 રન બનાવી આઉટ થયો હતો. પછી કેપ્ટન બાવુમાએ સારી બેટિંગ કરી અને અણનમ 31 રન બનાવ્યા હતા. વેન ડૂસને 22 રનનું યોગદાન આપ્યું હતું. ડેવિડ મિલર 5 રન બનાવી અણનમ રહ્યો હતો.
આ પણ વાંચોઃ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ T20I સિરીઝમાં થશે મોટા ફેરફાર, આ સ્ટાર ખેલાડીઓને કરાશે બહાર
આવી રહી બાંગ્લાદેશની ઈનિંગ
બાંગ્લાદેશની શરૂઆત ધીમી રહી હતી. પરંતુ ચોથી ઓવરમાં રબાડાએ બાંગ્લાદેશને પ્રથમ ઝટકો આપ્યો, જ્યારે મોહમ્મદ નઈમ 9 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ બેટિંગ કરવા આવેલા સૌમ્ય સરકાર અને પછી મુશફિકુર રહીમ શૂન્ય રન પર આઉટ થયા હતા. બાંગ્લાદેશે 24 રન પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.
બાંગ્લાદેશ તરફથી મહેદી હસને સર્વાધિક 27 રન બનાવ્યા. આ સિવાય લિટન દાસે 24 અને સમીમ હુસૈને 11 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય ટીમનો કોઈ બેટર બે આંકડાના સ્કોર સુધી પહોંચી શક્યો નહીં. આફ્રિકા તરફથી કગિસો રબાડા અને એનરિક નોર્ત્જેએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. તબરેઝ શમ્સીને બે અને ડ્વેન પ્રીટોરિયસને એક સફળતા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube