SA vs ENG: જેમ્સ એન્ડરસન 150મી ટેસ્ટ મેચ રમવા તૈયાર
પેસર જેમ્સ એન્ડરસન આ મુકામ હાસિલ કરનાર ઓવરઓલ 9મો અને ઈંગ્લેન્ડનો બીજો ક્રિકેટર બનશે. તેની પહેલા એલિસ્ટર કુક (161 ટેસ્ટ મેચ) પણ આ મુકામ હાસિલ કરી ચુક્યો છે.
સેન્ચુરિયનઃ ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન 150મી ટેસ્ટ મેચ રમનાર ખેલાડીઓની યાદીમાં સામેલ થવા તૈયાર છે. તે સુપરસ્પોર્ટ્સ પાર્ક મેદાન પર ગુરૂવારથી યજમાન દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ શરૂ થઈ રહેલી ટેસ્ટ મેચમાં ભાગ લઈને આ સિદ્ધી હાસિલ કરશે. એન્ડરસન આ મુકામ પર પહોંચનાર ઓવરઓલ 9મો અને ઈંગ્લેન્ડનો બીજો ક્રિકેટર બનશે. આ પહેલા એલિસ્ટર કુક (161 ટેસ્ટ મેચ) પણ આ મુકામ હાસિલ કરી ચુક્યો છે.
દિગ્ગજ સચિન તેંડુલકર (200 ટેસ્ટ) સૌથી વધુ ટેસ્ટ મેચ રમનાર ક્રિકેટર છે. તો 150 કે તેથી વધુ ટેસ્ટ મેચ રમનાર ખેલાડીઓની યાદીમાં દક્ષિણ આફ્રિકાનો જેક કાલિસ, ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ વો, રિકી પોન્ટિંગ અને એલન બોર્ડર અને વેસ્ટ ઈન્ડિઝના ચંદ્રપોલ તથા પૂર્વ ભારતીય દિગ્ગજ રાહુલ દ્રવિડ પણ સામેલ છે.
એન્ડરસને પોતાની અંતિમ ટેસ્ટ મેચ એશિઝ સિરીઝમાં રમી હતી, પરંતુ ત્યારબાદ તે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. તે લાંબા સમય બાદ ટેસ્ટ રમવા ઉતરશે. ક્રિકેટ ડોટ કોમ ડોટ એયૂએ એન્ડરસનના હવાલાથી લખ્યું છે, 'એવું લાગી રહ્યું છે કે મને સ્પર્ધાતમક ક્રિકેટ રમ્યાને લાંબો સમય થઈ ગયો છે. તેથી કેટલિક ઓવર ફેંકવી સારી હશે.'
તેણે કહ્યું, 'થોડી મુશ્કેલી થશે, પરંતુ ચાર-પાંચ મહિનાથી નથી રમ્યો એટલે તે સ્વાભાવિક છે. હું વાપસી કરીને ખુશ છું.'
'ધ ક્રિકેટર' મેગેઝિને કોહલીને પસંદ કર્યો દાયકાનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર
એન્ડરસને 20 વર્ષની ઉંમરમાં ટેસ્ટ પર્દાપણ કર્યું હતું. તેનું કહેવું છે કે તે 2021ની એશિઝ સિરીઝ સુધી રમવાનું ચાલું રાખવા ઈચ્છે છે. તેણે કહ્યું, 'હું હજુ રમવા ઈચ્છું છું અને તેથી આકરી મહેતન કરી રહ્યો છે, જેથી વાપસી કરી શકું.' હું તેને પસંદ કરુ છું અને હજુ મારી પાસે આપવા માટે ઘણું છે. તેથી હજુ વાપસી કરવાની ભૂખ વધારે છે.
વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube