કેપટાઉનઃ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ કેપટાઉનમાં શરૂ થયેલી બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે 9 વિકેટના નુકસાન પર 262 રન બનાવી લીધા છે. દિવસના અંતે ઓલી પોપ 56અને જેમ્સ એન્ડરસન 3 રન બનાવી ક્રીઝ પર છે. બંન્ને બેટ્સમેનો વચ્ચે અત્યાર સુધી છેલ્લી વિકેટ માટે 28 રનની ભાગીદારી થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો. ઈંગ્લેન્ડે પોતાની અંતિમ ઇલેવનમાં ત્રણ ફેરફાર કર્યાં હતા. ઈજાને કારણે રોરી બર્ન્સ અને જોફ્રા આર્ચરને આ મેચમાં તક મળી નથી, તો જોની બેયરસ્ટો બિમાર હોવાને કારણે રમી શક્યો નથી. તેના સ્થાને જેક ક્રોવલી, ઓલી પોપ અને ડોમિનિક બેસને સામેલ કરવામાં આવ્યો છે. 


ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી અને તેણે 8 રન પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. જેક ક્રોવલી 4 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ ડોમિનિક સિબ્લી અને જો ડેનલીએ ટીમનો સ્કોર 63 સુધી પહોંચાડ્યો હતો. આ સ્કોર પર સિબ્લી 34 રન બનાવી આઉટ થયો હતો. જો રૂટ 35 અને જો ડેનલી 38 રન બનાવી આઉટ થયા હતા. 


મધ્યમક્રમમાં બેન સ્ટોક્સે 47 રન અને જોસ બટલરે 29 રનનું યોગદાન આપ્યું હતું. ઓલી પોપે શાનદાર બેટિંગ કરતા અણનમ અડધી સદી ફટકારી હતી. પોપે 132 બોલનો સામનો કરતા 7 ચોગ્ગા ફટકાર્યા છે. 


VIDEO: સ્મિથે બનાવ્યો અણગમતો રેકોર્ડ, દર્શકોએ તાળીઓ પાડી કર્યું અભિવાદન 


દક્ષિણ આફ્રિકા તરફથી ફિલાન્ડર, રબાડા, નોર્ત્જે અને ડિવાઇન પ્રિટોરિયસે બે-બે વિકેટ ઝડપી હતી. આ સિવાય કેશવ મહારાજને એક સફળતા મળી હતી. મહત્વનું છે કે આ સિરીઝમાં આફ્રિકાની ટીમ 1-0થી આગળ છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર