જોહનિસબર્ગઃ પાકિસ્તાનના ધુરંધર બેટ્સમેન ફખર ઝમાન (Fakhar Zaman Missed 2nd ODI Double Century) સાઉથ આફ્રિકા વિરુદ્ધ બીજી વનડેમાં માત્ર 7 રનથી બીજી બેવડી સદી ચુકી ગયો હતો. પરંતુ તેમ છતાં તેના નામે વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. ઓપનરે 155 બોલમાં 18 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકારતા 193 રન બનાવ્યા અને અંતિમ ઓવરમાં રનઆઉટ થયો હતો. તેની સાહસિક ઈનિંગ છતાં આ મેચમાં પાકિસ્તાને 17 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તે 7 રન બનાવી લેત તો આ તેની બીજી બેવડી સદી હોત. આ પહેલા ઝમાને ઝિમ્બાબ્વે વિરુદ્ધ 20 જુલાઈ 2018ના અણનમ 210 રન બનાવ્યા હતા. તે પાકિસ્તાન માટે વનડેમાં બેવડી સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન છે. 


કોઈપણ વનડે મુકાબલામાં બીજી ઈનિંગ એટલે કે લક્ષ્યનો પીછો કરતા આ કોઈપણ બેટ્સમેનનો સર્વશ્રેષ્ઠ સ્કોર રહ્યો. તેણે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન શેન વોટનસ (Shane Watson) નો રેકોર્ડ તોડી દીધો છે. વોટસને 2011માં બાંગ્લાદેશ વિરુદ્ધ મીરપુરમાં લક્ષ્યનો પીછો કરતા અણનમ 185 રન બનાવ્યા હતા. 


આ પણ વાંચોઃ મુંબઈમાં 'Lockdown' તો શું IPL 2021 પર પડશે તેની અસર, BCCIએ આપ્યો જવાબ  


એટલું જ નહીં આ મેચ હારનારી ટીમ તરફથી બીજી સર્વશ્રેષ્ઠ ઈનિંગ છે. ઝિમ્બાબ્વેના ચાર્લ્સ કોવેન્ટ્રીએ બાંગ્લાદેશ વિરુદ્ધ 194 રન બનાવ્યા હતા. તે મેચમાં ઝિમ્બાબ્વેને હાર મળી હતી. 


લક્ષ્યનો પીછો કરતા સૌથી વધુ રન (વ્યક્તિગત)
193 રન: ફખર ઝમાન વિ દક્ષિણ આફ્રિકા જોહાનિસબર્ગ 2021
185 * રન: શેન વોટસન વિ બાંગ્લાદેશ મીરપુર 2011
183 * રન: એમએસ ધોની વિ શ્રીલંકા જયપુર 2005
183 રન: વિરાટ કોહલી વિ પાકિસ્તાન, મીરપુર 2012


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube