નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકાએ આઈસીસી વિશ્વકપ-2023માં પોતાના અભિયાનનો પ્રારંભ ધમાકેદાર અંદાજમાં કર્યો છે. આફ્રિકાએ શ્રીલંકા સામે અરૂણ જેટલી સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 5 વિકેટે 428 રન ફટકારી દીધા છે. આફ્રિકાના ત્રણ બેટરોએ સદી ફટકારી હતી. આફ્રિકા તરફથી ડિ કોક, રાસી વાન ડર ડુસેન અને એડન માર્કરમે સદી ફટકારી હતી. આ સાથે આફ્રિકાએ વિશ્વકપની એક ઈનિંગમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. 


આફ્રિકાના ત્રણ બેટરોની સદી
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી આફ્રિકાને 10 રનના સ્કોર પર કેપ્ટન બવુમાના રૂપમાં ઝટકો લાગ્યો હતો. ત્યારબાદ ડિ કોક અને રાસી વાન ડર ડુસેને બીજી વિકેટ માટે 204 રનની ભાગીદારી કરી હતી. ડિ કોક 84 બોલમાં 12 ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 100 રન બનાવી આઉટ થયો હતો. રાસી વાન ડર ડુસેને 110 બોલમાં 13 ચોગ્ગા અને બે સિક્સ સાથે 108 રન ફટકાર્યા હતા. જ્યારે એડેન માર્કરમ 54 બોલમાં 106 રન બનાવી આઉટ થયો હતો. વિશ્વકપમાં પ્રથમવાર બન્યું કે જ્યારે એક ઈનિંગમાં ત્રણ સદી લાગી હોય. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube