દુબઈઃ T20 World Cup 2021 ના સુપર 12 મુકાબલામાં દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટે હરાવી પ્રથમ જીત મેળવી છે. દુબઈમાં રમાયેલા ગ્રુપ-1ના મુકાબલામાં વિન્ડિઝે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 143 રન બનાવ્યા હતા, જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 19મી ઓવરમાં બે વિકેટ ગુમાવી જીત હાસિલ કરી લીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બવુમાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો, પરંતુ મુખ્ય બેટ્સમેન ક્વિન્ટન ડી કોકને આ મેચમાં એક ખાસ કારણને લીધી તક મળી નહીં. વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત ધીમી રહી, પરંતુ એવિન લુઈએ સિક્સનો વરસાદ કરતા અડધી સદી ફટકારી અને ટીમને રન રેટમાં સુધારો કર્યો હતો. 11મી ઓવરમાં 73 રનના સ્કોર પર આઉટ થતાં પહેલા લુઈસે 6 સિક્સની મદદથી 56 રન બનાવ્યા હતા. 


આ પણ વાંચોઃ રાહુલ દ્રવિડે કરી અરજી, હેડ કોચ બનવાથી માત્ર એક ડગલું દૂર 'ધ વોલ'


13મી ઓવરમાં 87ના સ્કોર પર નિકોલસ પૂરન (12) અને 14મી ઓવરમાં 89ના સ્કોર પર લેન્ડલ સિમન્સ (35 બોલ 16 રન) ના આઉટ થયા બાદ વિન્ડિઝને ડબલ ઝટકો લાગ્યો હતો. કિરોન પોલાર્ડ (20 બોલમાં 26 રન) એ ક્રિસ ગેલ (12 બોલમાં 12 રન) ની સાથે ટીમને 16મી ઓવરમાં 100માં પાર પહોંચાડી, પરંતુ 18મી ઓવરમાં ગેલ અને 19મી ઓવરમાં આંદ્રે રસેલ (5) આઉટ થયો હતો. ત્યારબાદ પોલાર્ડ પણ 137 રનના સ્કોર પર પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો. ડ્વેન બ્રાવોએ 8 રન બનાવ્યા અને ટીમનો સ્કોર 140ને પાર પહોંચાડ્યો હતો. આફ્રિકા તરફથી ડ્વેન પ્રિટોરિયસે ત્રણ, કેશવ મહારાજે બે અને નોર્ત્જે અને રબાડાએ એક-એક વિકેટ ઝડપી હતી. 


લક્ષ્યના જવાબમાં દક્ષિણ આફ્રિકાને પ્રથમ ઓવરમાં ઝટકો લાગ્યો અને બવુમા માત્ર 2 રન બનાવી રનઆઉટ થઈ ગયો હતો. ત્યારબાદ રીઝા હેન્ડ્રિક્સ (30 બોલ 39 રન) એ રસી વૈન ડર ડુસેન (51 બોલ 43 રન) ની સાથે બીજી વિકેટ માટે 57 રન જોડ્યા હતા. 10મી ઓવરમાં હેન્ડ્રિક્સ આઉટ થયો ત્યાંથી વૈન ડર ડુસેને માર્કરમ સાથે 83 રનની ભાગીદારી કરી 10 બોલ બાકી રહેતા ટીમને જીત અપાવી હતી. માર્કરમે 26 બોલમાં 51 રન બનાવ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube