નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ દિવસોમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમાઈ રહી છે. હંમેશાની જેમ બંને ટીમો વચ્ચે સિરીઝ દરમિયાન કટ્ટર સ્પર્ધા જોવા મળે છે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે સ્પર્ધાની શાનદાર કહાની સચિન તેંડુલકર અને શેન વોર્ને લખી હતી. મેદાન પર બંને એકબીજાને માત આપવા માટે પુરજોર પ્રયાસ કરતા હતા અને મેદાનની બહાર બંને સારા મિત્રો હતા. 


હાર્ટ એટેકને કારણે થયું હતું નિધન
4 માર્ચ 2022ની સાંજે થાઈલેન્ડમાં રજા મનાવવા ગયેલ શેન વોર્નનું હાર્ટ એટેકને લીધે થયેલા નિધનના સમાચારે દુનિયાભરના ક્રિકેટ જગતને શોકમાં ડૂબાડી દીધા હતા. શનિવારે શેન વોર્નના નિધનના એક વર્ષ પૂરા થઈ ગયા છે. તેવામાં તેની પ્રથમ પુણ્યતિથિ પર સચિન તેંડુલકરે ટ્વીટ કરી પોતાના દિવંગત મિત્રને યાદ કર્યો અને તેને શ્રદ્ધાંજલિ આપી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube