ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકર પણ ડિપફેકનો ભોગ બન્યા છે. તેંડુલકર દ્વારા ગેમિંગ એપ 'સ્કાઈવર્ડ એવિએટર ક્વેસ્ટ' નું સમર્થન કરનારો એક ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ક્રિકેટ આઈકનને એપની વકીલાત કરતા દેખાડવામાં આવ્યા છે અને સાથે સાથે એવો ખોટો વાયદો કરતા પણ દર્શાવાયા છે કે તેમની પુત્રી સારા પણ તેનાથી નાણાકીય લાભ ઉઠાવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માસ્ટર બ્લાસ્ટરે ટેક્નોલોજીના દુરઉપયોગ પર પોતાના વિચાર રજૂ કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો અને ખોટી સૂચનાના પ્રસાર વિરુદ્ધ સતર્કતા અને તરત કાર્યવાહીનો આગ્રહ કર્યો. તેંડુલકરે ડીપફેક વીડિયોને શેર કરતા એક્સ પર લખ્યું કે આ વીડિયો ફેક છે. ટેક્નોલોજીનો મોટા પાયે દુરઉપયોગ થતા જોવો એ પરેશાન કરનારું છે. બધાને ભલામણ છે કે મોટી સંખ્યામાં આવા વીડિયો, જાહેરાતો અને એપ્સની ફરિયાદ કરો. 



તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે ફરિયાદો પ્રત્યે સતર્ક અને તરત કાર્યવાહી કરવાની જરૂર છે. ખોટી સૂચના અને ડીપફેકના વધતા ચલણને રોકવા માટે તેમના તરફથી તરત કાર્યવાહી કરવી ખુબ જરૂરી છે. 


ડીપફેક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલું એક સિન્થેટિક મીડિયાનું સ્વરૂપ છે. જે વીડિયો અને ઓડિયો બંનેમાં હેરફેર કરવા માટે એક ઓલ્ગોરીધમનો ઉપયોગ કરે છે. ડીપફેક ટેક્નોલોજી સતત વિક્સિત થઈ રહી છે. જે સાઈબર અપરાધીઓ માટે વ્યક્તિઓ, કંપનીઓ કે એટલે સુધી કે સરકારોની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનું એક હથિયાર બની ગઈ. 


સોશિયલ મીડિયા પર આવી સૂચનાઓ ઝડપથી ફેલાય છે. ડીપફેકથી થનારા સંભવિત નુકસાન ચિંતાજનક છે. તેંડુલકર અગાઉ અભિનેત્રી કેટરીના કૈફ, આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપડા, રશ્મિકા મંદાના પણ ડીપફેકનો ભોગ બની ચૂક્યા છે.