ICC હોલ ઓફ ફેમમાં સામેલ થવાથી સચિન તેંડુલકર ખુશ, આપ્યું આ નિદેવન
46 વર્ષીય સચિન આ પ્રતિષ્ઠિત યાદીમાં જગ્યા બનાવનાર છઠ્ઠો ભારતીય છએ. આ પહેલા 2018મા રાહુલ દ્રવિડને આ સન્માન મળ્યું હતું.
નવી દિલ્હીઃ ભારતના પૂર્વ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે ICC હોલ ઓફ ફેમમાં સામેલ કરવા પર પોતાના પરિવાર, મિત્રો અને પ્રશંસકોનો આભાર વ્યક્ત કર્યો છે. માસ્ટર બ્લાસ્ટર સચિનને દક્ષિણ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલર એલન ડોનાલ્ડ અને ઓસ્ટ્રેલિયાની પૂર્વ ફાસ્ટ બોલર કૈથરીન ફિટ્ઝપૈટ્રિકની સાથે આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યો છે.
સચિને ટ્વીટર પર લખ્યું, 'આઈસીસીના હોલ ઓફ ફેમમાં સામેલ થવાથી હું ખુબ ખુશ છું. આજે હું જે કંઇપણ છું તેમાં ઘણા લોકોનું યોગદાન છે. તેણે કહ્યું, આ માટે મારા પરિવાર, મિત્રો, વિશ્વભરના પ્રશંસકોનો ખુબ ખુબ આભા. કૈથરીન ફિટ્ઝપૈટ્રિક અને એલન ડોનાલ્ડને પણ શુભકામનાઓ.'
નવેમ્બર 2013મા ક્રિકેટમાંથી નિવૃતી લેનારા સચિને ટેસ્ટમાં 15921 અને વનડેમાં 18426 રન બનાવ્યા છે, જે અત્યાર સુધી એક રેકોર્ડ છે. તે આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ થનાર છઠ્ઠો ભારતીય છે.
ક્રિકેટના ભગવાન કહેવાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલર એલન ડોનાલ્ડની સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યો છે. 46 વર્ષીય સચિન આ પ્રતિષ્ઠિક યાદીમાં જગ્યા મેળવનાર છઠ્ઠો ભારતીય છે. તેની પહેલા 2018મા રાહુલ દ્રવિડને આ સન્માન મળ્યું હતું.
સચિન (કરિયર 1989-2013)એ 200 ટેસ્ટ મેચોમાં 53.78ની એવરેજથી 15921 રન બનાવ્યા, જેમાં 51 સદી સામેલ છે. આ સાથે સચિને 463 વનડે આંતરરાષ્ટ્રીયમાં 44.83ની એવરેજથી 18426 રન બનાવ્યા, જેમાં 49 સદી સામેલ છે. આ રીતે તે 100 આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર એકમાત્ર બેટ્મેન છે. બાળપણના મિત્ર વિનોદ કાંબલીએ પણ વીડિયો સંદેશ જારી કરી સચિનને શુભેચ્છા આપી છે.
2015મા અનિલ કુંબલેને આ સન્માન મળ્યું હતું. બિશન સિંહ બેદી અને સુનીલ ગાવસ્કરને 2009મા શરૂઆતી આઈસીસી ક્રિકેટ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા. કપિલ દેવને 2010મા આ સન્માન મળ્યું હતું.
સચિન અને ડોનાલ્ડ સિવાય બે વખતની વિશ્વ વિજેતા ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર કૈથરીન ફિટ્ઝપૈટ્રિકને પણ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવી છે. આ સાથે હોલ ઓફ ફેમમાં સામેલ થનારા ખેલાડીઓની કુલ સંખ્યા 90 થઈ ગઈ છે.