સચિન તેંડુલકરે આપી બર્થડેની રિટર્ન ગિફ્ટ, ફેન્સ માટે માગી દુવા
સચિન તેંડુલકરે પોતાના ફેન્સ પાસેથી મળેલી જન્મદિવસની શુભેચ્છા પર આભાર વ્યક્ત કર્યો છે. સચિને એક મેસેજ ટ્વીટ કરતા કહ્યું કે, તમે હંમેશા મારા માટે દુવા કરી છે હવે હું તમારી પાસે આ ઈચ્છુ છું.
નવી દિલ્હીઃ શુક્રવારે પોતાનો 47મો જન્મદિવસ ઉજવનારા સચિન તેંડુલકરે પોતાના ફેન્સને પણ આ વખતે રિટર્ન ગિફ્ટ આપી છે. દેશ-દુનિયામાં ફેલાયેલા જીવલેણ કોરોના વાયરસને કારણે માસ્ટર બ્લાસ્ટરે આ વખતે પોતાનો જન્મદિવસ ઉજવ્યો નથી. પરંતુ સોશિયલ મીડિયા દ્વારા મળેલા શુભેચ્છા સંદેશ પર સચિને આભાર વ્યક્ત કરતા પોતાના ફેન્સ માટે પણ દુઆ માગી છે.
સચિને ફેન્સને રિટર્ન ગિફ્ટ આપતા એક ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું, 'તમારા બધાની શુભેચ્છા માટે આભાર. તમે હંમેશા મારા માટે દુઆ કરી છે કે હું ક્રીજ પર રહૂં અને આઉટ ન થાવ. આજે મારી પણ તમારા બધા પાસે તે ઈચ્છા છે કે બહાર ન નિકળો. ઘર પર રહો સુરક્ષિત રહો.' પોતાના આ ટ્વીટમાં સચિને એક હાથ જોડતા ઇમોજીનો ઉપયોગ કર્યો છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube