નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ મંગળવારે ભારતના દિગ્ગજ પૂર્વ ખેલાડી સચિન તેંડુલકરને 5 ઓક્ટોબરથી અમદાવાદમાં શરૂ થનાર વનડે ક્રિકેટ વિશ્વકપ માટે ગ્લોબર એમ્બેસેડર બનાવ્યો છે. સચિન તેંડુલકરે છ વખત વિશ્વકપમાં ભાગ લીધો છે. 1992માં સચિન પ્રથમવાર વિશ્વકપ રમવા ઉતર્યા હતા. તો છેલ્લીવાર 2011માં વિશ્વકપમાં જોવા મળ્યા હતા. ત્યારે ભારતીય ટીમે બીજીવા ટ્રોફી જીતી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વકપ શરૂ થવાની જાહેરાત કરશે સચિન
સચિન તેંડુલકર ગુરૂવારે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી ઉદ્ઘાટન મેચની પહેલા ટ્રોફી લઈ મેદાન પર જશે અને ટૂર્નામેન્ટની શરૂઆત કરવાની જાહેરાત કરશે. તેંડુલકરે અખબારી યાદીમાં કહ્યું- 1987માં બોલ બોય બનવાથી લઈને છ ટૂર્નામેન્ટમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા સુધી વિશ્વકપ માટે હંમેશા મારા દિલમાં વિશેષ જગ્યા રહી છે. 2011માં વિશ્વકપ જીતવો મારા ક્રિકેટ કરિયરની સૌથી ગૌરવશાળી ક્ષણ રહી. 


આ પણ વાંચોઃ ઐતિહાસિક ક્ષણ! સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી


યુવા ખેલાડીઓને મળશે પ્રેરણા
સચિન તેંડુલકરનું કહેવું છે કે વિશ્વ કપ જેવી ટૂર્નામેન્ટથી યુવા ખેલાડીઓને ખુબ પ્રેરણા મળશે. તેમણે કહ્યું- આટલી વધુ વિશિષ્ટ ટીમ અને ખેલાડી અહીં ભારતમાં વિશ્વકપમાં આકરી પ્રતિસ્પર્ધા માટે તૈયાર છે. હું આ શાનદાર ટૂર્નામેન્ટની આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છું. વિશ્વકપ જેવી મોટી ટૂર્નામેન્ટથી યુવા ખેલાડીઓને પ્રેરણા મળે છે. મને આશા છે કે આ વખતે ટૂર્નામેન્ટ યુવા યુવતીઓ અને યુવકો રમત સાથે જોડાવા અને સર્વોચ્ચ સ્તર પર પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે પ્રેરિત કરશે. 


વિશ્વકપમાં સૌથી સફળ બેટર
સચિન તેંડુલકરે 19 વર્ષની ઉંમરે પ્રથમ વિશ્વકપ રમ્યો હતો. જ્યારે તેમણે ક્રિકેટમાંથી સંન્યાસ લીધો તો વિશ્વકપમાં સૌથી વધુ રન બનાવનાર બેટર હતો. હજુ પણ સચિન વિશ્વકપમાં 2000થી વધુ રન બનાવનાર એકમાત્ર બેટર છે. કોઈ એક વિશ્વકપમાં સૌથી વધુ 663 રન બનાવવાનો રેકોર્ડ પણ સચિનના નામે નોંધાયેલો છે. 


આ પણ વાંચોઃ WorldCup 2023 માં આ Playing 11 સાથે ઉતરી ટીમ ઈન્ડિયા તો બની શકે છે વર્લ્ડ ચેમ્પિયન


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube