નવી દિલ્હી: ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા સચિન તેંડુલકર (Sachin Tendulkar)એ તેની કારકિર્દીમાં ઘણી ઉપલબ્ધિઓ હાંસલ કરી છે. સચિન એવા ખેલાડીઓમાં સામેલ છે, જેમના ચાહકો આખી દુનિયામાં છે. પરંતુ આ ખેલાડી પાસે કેટલીક વસ્તુઓ છે જે ભાગ્યે જ કોઈને ખબર હશે. ખરેખર, ટીમ ઈન્ડિયાનો આ ભૂતપૂર્વ ખેલાડી મેચમાં પાકિસ્તાન તરફથી ક્રિકેટ રમ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સચિન તેંડુલકર (Sachin Tendulkar)એ વર્ષ 1989માં પાકિસ્તાન સામે ડેબ્યુ કર્યું હતું. તે પહેલા વર્ષ 1987માં તેમણે પાકિસ્તાનની ટીમ તરફથી ફિલ્ડિંગ કરી હતી.


આ પણ વાંચો:- IND vs AUS: મેદાન વચ્ચે ટકરાયા ઋષભ પંત અને મેથ્યુ વેડ, જાણો સમગ્ર મામલો


1987માં પાકિસ્તાનની ટીમ ભારતના પ્રવાસે આવી હતી. તે દરમિયાન બંને ટીમોની વચ્ચે વન ડે અને ટેસ્ટ સિરીઝ રમાઈ હતી. સિરીઝ શરૂ થાય તે પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રેક્ટિસ મેચ રમાઈ હતી અને આ મેચમાં સચિને પાકિસ્તાન માટે ફિલ્ડિંગ કરી હતી.


મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમમાં આ વન ડે પ્રેક્ટિસ મેચ રમાઈ હતી. આ 40-40 ઓવરની મેચ હતી. ભારતની બેટિંગ દરમિયાન લંચમાં જાવેદ મિયાદાદ અને અબ્દુલ કાદિરને ફિલ્ડિંગ છોડી દીધી, પંરતુ પાકિસ્તાનની પાસે પણ સબ્સટીટ્યૂટ ખેલાડીનો વિકલ્પ ન હતો. એવામાં લગભગ 14 વર્ષના રહેલા સચિનને મહેમાન ટીમ તરફથી ફિલ્ડ પર ઉતરવાની તક મળી હતી.


આ પણ વાંચો:- ICC Awards: વિરાટ કોહલી દાયકાનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર, એમએસ ધોનીને મળ્યો ખાસ એવોર્ડ


સચિન તેંડુલકર (Sachin Tendulkar)એ તેની ઓટોબાયોગ્રાફી પ્લેઇંગ ઇટ માય વે (Playing It My Way)માં તેનો ઉલ્લેખ કર્યો છે. સચિને લખ્યું છે, મને ખબર નથી કે ઇમરાન ખાનને યાદ હશે અથવા તે પણ ખબર છે કે મેં એક વખત પાકિસ્તાની ટીમ માટે મેદાનમાં ફિલ્ડિંગ કરી છે. '


તેમણે લખ્યું છે કે, જાવેદ મિયાંદાદ અને અબ્દુલ કાદિરે બપોરના ભોજન દરમિયાન મેદાન છોડી દીધું હતું. આ પછી, જ્યારે તેને મહેમાન ટીમને મેદાનમાં ઉતરવાનું કહ્યું ત્યારે તે સંમત થઈ ગયો. આ રીતે સચિન તેંડુલકર પણ પાકિસ્તાન તરફથી રમ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube