દિગ્ગજ ભારતીય ખેલાડીએ `ડાઈપર` પહેરીને રમી હતી અત્યંત ખૂંખાર ઈનિંગ, શ્રીલંકાની વાટ લગાડી હતી, જાણો કિસ્સો
ભારતીય ફેન્સ માટે ક્રિકેટ કોઈ ધર્મથી જરાય કમ નથી. આ સાથે જ ફેન્સ વચ્ચે પોતાના પ્રિય ખેલાડીઓ માટે ગજબની દિવાનગી પણ જોવા મળતી હોય છે. આજે અમે તમને એક એવો કિસ્સો જણાવીશું જે જાણીને તમે દંગ રહી જશો.
ભારતીય ફેન્સ માટે ક્રિકેટ કોઈ ધર્મથી જરાય કમ નથી. આ સાથે જ ફેન્સ વચ્ચે પોતાના પ્રિય ખેલાડીઓ માટે ગજબની દિવાનગી પણ જોવા મળતી હોય છે. આજે અમે તમને એક એવો કિસ્સો જણાવીશું જે જાણીને તમે દંગ રહી જશો. અહીં ભારતીય ક્રિકેટના એક એવા ખેલાડી વિશે વાત કરીશું જેને 'ક્રિકેટના ભગવાન' પણ કહેવામાં આવે છે. તેમની સાથે જોડાયેલા આ કિસ્સા વિશે ખાસ જાણો.
અમે જે દિગ્ગજ ખેલાડીની વાત કરી રહ્યા છીએ તે છે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર. સચિને 2003ના વર્લ્ડ કપમાં ખુબ જ રન કર્યા હતા. પાકિસ્તાન વિરુદ્ધ 98 રનની ઈનિંગ યાદગાર રહી. તેઓ જાંઘમાં ખેચાણ છતાં ક્રિઝ પર મજબૂતીથી ટકી રહ્યા. પરંતુ બહુ ઓછા લોકોને ખબર છે કે આ વર્લ્ડ કપમાં સચિને એક એવી જબરદસ્ત ઈનિંગ રમી હતી જે ઈતિહાસના પન્ના પર લખાઈ ગઈ.
સચિન તેંડુલકરે પોતાના સ્વાસ્થ્યને જોખમમાં મૂકીને આ ઈનિંગ રમી હતી. સચિન તે વખતે ગંભીર રીતે ડાયેરિયાથી પીડિત હોવા છતાં શ્રીલંકા સામેની મેચમાં મેદાનમાં રમવા ઉતર્યા હતા. પાકિસ્તાન અને પછી શ્રીલંકા વિરુદ્ધ મેચમાં ભારતીય બેટ્સમેનોએ જે પરેશાની ઝેલવી પડી હતી તે વિશે બહુ ઓછા લોકોને ખબર છે. શ્રીલંકા વિરુદ્ધ મેચ હતી ત્યારે સચિન તેંડુલકરને ઝાડા થઈ ગયા હતા અને આ સમસ્યાને પહોંચી વળવા માટે તેમણે અંડરવેરમાં ટિશ્યુ પેપરનો ઉપયોગ કરવો પડ્યો હતો.
સચિને તે વખતે શ્રીલંકા વિરુદ્ધ 97 રન કર્યા હતા. આ મેચ ભારતીય ટીમે 183 રનથી જીતી હતી. આ વર્લ્ડ કપમાં સચિન તેંડુલકરે 673 રન કર્યા હતા. જે કોઈ પણ ખેલાડીનો એક વર્લ્ડ કપમાં તે વખતે સૌથી વધુ રનનો રેકોર્ડ હતો. આ દરમિયાન પાકિસ્તાન અને શ્રીલંકા વિરુદ્ધ તેમણે પોતાના શરીરને જોખમમાં મૂક્યું હતું.
સચિન તેંડુલકરે પોતે એ વાતનો ખુલાસો કર્યો હતો કે પાકિસ્તાન વિરુદ્ધ તે મેચ મારી કરિયરની એકમાત્ર એવી મેચ હતી જેમાં મે રનર લીધો હતો. આ વર્લ્ડ કપની મેચ હતી અને હું બરાબર ઊભો પણ થઈ શકતો નહતો. એવું લાગતું હતું જાણે કોઈએ મારી સાથે 500 કિલોગ્રામ વજન બાંધી દીધુ હોય. તે આપણ તત્કાલિન ફિઝિયો એન્ડ્ર્યુ લીપસને આ અંગે પૂછી શકો છો.
તેમણે કહ્યું કે 'મારા શરીરમાં ઘણો દુખાવો હતો અને હું રન માટે દોડી રહ્યો હતો જે યોગ્ય નહતું. હું મેદાન પર પડી ગયો અને મે ઉઠવાની ઘણી કોશિશ કરી પરંતુ ઉઠી શક્યો નહીં.' તેંડુલકરે કહ્યું કે 'શ્રીલંકા વિરુદ્ધ મેચ પહેલા સાજા થવા માટે જરૂર કરતા વધુ મીઠાનું પાણી લેવાથી ઉલ્ટી અસર પડી. તેમણે કહ્યું કે મને પેટની સમસ્યા હતી, પરંતુ હું બીજી મેચમાં પણ આ બધાથી બચવા માંગતો હતો આથી મે જરૂર કરતા વધુ મીઠાનું પાણી પીધુ હતું. એ એટલું વધી ગયું કે મને ડાયેરિયાની સમસ્યા થઈ ગઈ.'
સચિન તેંડુલકરને જ્યારે પૂછવામાં આવ્યું કે આવી શારીરિક સ્થિતિ બાદ પણ તેમણે મેદાન પર ઉતરવાનો નિર્ણય કેવી રીતે લીધો તો તેમણે કહ્યું કે જ્યારે તમે આ સ્તર પર રમો છો તો તે પડકારોનો સામનો કરવો પડે છે. તમારે ત્યાં જવાનું હોય છે અને રમવું પડે છે. પછી ભલે હું ત્યા ઊભો રહું, બેટિંગ કરું કે નહીં. તેમણે ખુલાસો કર્યો હતો કે 10 માર્ચ 2003ના રોજ શ્રીલંકા વિરુદ્ધ ટિશ્યુ પેપર પહેરીને (ડાઈપર પહેરીને) રમ્યા હતા. સચિનના કહેવા મુજબ આ મેચમાં તેમણે લગભગ 3 કલાક જેટલું બેટિંગ કરી હતી. શ્રીલંકા વિરુદ્ધ જોહાનિસબર્ગમાં રમાયેલી આ મેચમાં સચિને 97 રન કર્યા હતા. આ વર્લ્ડ કપમાં સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ ફાઈનલ સુધીની સફર કરી હતી. સચિન તેડુંલકર પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટ પણ બન્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube