નવી દિલ્હીઃ ભારતમાં મહિલા સશ્કિતકરણની આવશ્યકતા પર ભાર આપતા પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે કહ્યું કે, મહિલાઓ દેશનો આધાર છે. સચિને અલીપુર બોડીગા્ર્ડ લાઇન્સ પર કોલકત્તા પોલીસ સ્પોર્ટસ 2017/18 દરમિયાન કહ્યું કે, જ્યાં સુધી મહિલાઓની શક્તિની વાત છે, મને લાગે છે કે તે ભારતનો આધાર છે. મને હજુ યાદ છે કે, બાળપણમાં જ્યારે ઘરે પરત જતો હતો તો, હું ઈચ્છતો હતો કે મારી માતા મારા માટે બધું કરે, સચિને કહ્યું કે, હા અમે આ બધી વસ્તુને મહત્વ આપતા નથી. એક મહિલા માટે પોતાનું ઘર સંભાળવુ અને પોતાનું કામ કરવું સરાહનિય છે. તેમણે કહ્યું કે, અમે કોલકત્તા આવીને અહીં ક્રિકેટ રમવા પર હંમેશા સુરક્ષિત અનુભવતા હતા. અહીં મારી શાનદાર યાદો જોડાયેલી છે. આ બધી વસ્તુ ત્યારે મળી કેમ કે, કોલકત્તા પોલીસે ભીડને કાબુમાં રાખી અને અમને સુરક્ષા મહેસુસ કરાવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


સચિને કહ્યું કે, અમે સુરક્ષિત હોઈએ છીએ જ્યારે તમે પાસે હોવ છો. તમે ઓલરાઉન્ડર છો, કેમ કે તમે ક્રિકેટ અને અન્ય રમત રમો છો અને કામ પણ કરો છો. તેમણે કહ્યું કે, રમત આપણને તમામ વસ્તુ શિખવાડે છે જે ભણતર શિખવી શકતું નથી. છેલ્લા 24 વર્ષથી હું ક્રિકેટ રમયો અને ઘણું શિખ્યો. હંમેશા મને જીત ન મળી. ઘણા સમયે હારનો સામનો કરવો પડ્યો. ક્રિકેટે મને મારા પગ પર ઉભો થતા અને આદર્શવાદી રીતે પ્રતિસ્પર્ધામાં ભાગ લેતા શિખવાડ્યું. 



સચિને કહ્યું કે, તો હું અહીં આકરી પરંતુ ઈમાનદારીથી મુકાબલામાં ભાગ લેવાની અપેક્ષા કરૂ છું. અહીં મહિલા શક્તિને જોઈને એક વિશેષ ભાવના આવે છે. હું તમને બધાને ખૂબ શુભકામના આપુ છું. સચિને દિગ્ગજ ફુટબોલ ખેલાડી પી.કે.બેનર્જી સાથે મંચ શેર કર્યું હતું. સચિને કહ્યું કે, આ વાસ્તવમાં મારા માટે સન્માનની વાત છે. તે એક એવી વ્યક્તિ છે જેમણે પેઢીઓને રમત રમવા અને કંઈક વિશેષ કરવા પ્રેરિત કર્યા. જો આવા હીરો ન હોય તો દરેક વસ્તુ એક સમાન ન હોય.